ગોધરા નગર પાલિકા મોટા ભાગના પશ્ચિમ વિસ્તારના શહેરીજનોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ કરીને 25 માજી સભ્યોએ ચીફ ઓફિસર સહિત કલેકટરને લેખિત રજુઆત કરી હતી.
જેમા જણાવ્યુ હતુ કે ગોધરાના સિગ્નલ ફળીયા ગરનાળાની સમસ્યાઓ દુર કરવા, મંજુર થયેલ રોયલ હોટલથી ગરનાળા સુધીના રોડની કામગીરી ચાલુ કરવા, કબ્રસ્તાન રોડની કામગીરી બંધ અવસ્થામાં છે. તેના વર્ક ઓર્ડરમાં આપેલ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવે, શહેરના વિકાસના કામો એજન્સીઓ સમયમર્યદા અને નિયામાનુસાર કરતી ન હોવાથી તેમને બ્લેક લીસ્ટ કરવા, મેશરી નદીની સફાઇ કરવામાં આવે, વોર્ડ નં 10ના લીલેસરાના તળાવ પાસે બગીચો બનાવવાની માંગ, પાલિકાના કર્મીઓનો પગાર ચુકવવામાં આવે, શહેરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીનો સપ્લાય, શહેરના જે વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઇટની ખામી 48 કલાકમા રીપેરીંગ કરી આપવામાં આવે તેવા 14 મુદ્દાઓની માજી સભ્યોએ રજુઆત કરી છે.
તમામ મુદ્દાઓ તાત્કાલિક ધ્યાન આપીને લાગતા વળગતા અધિકારીઓને સુચનાઓ આપી કામગીરી પુર્ણ કરાવવામાં આવે અને જો કામગીરી પુર્ણ કરવામાં નહિ આવે તો પાલિકાના 25 માજી સભ્યો દિન 40 પછી ગાંધી ચિધ્યા માર્ગે શહેરની પ્રજાને સાથે રાખીને આંદોલન કરીશું. પાલિકા સામે આમરણ ઉપવાસ પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.