ગોધરા નગર પાલિકાની અાવક કરતાં જાવક વધુ હોવાથી પાલિકા અાર્થિક સંકડામણમાં સપડાઇ છે. અેક બાજુ પાલિકા પેન્શનરોને ચાર માસથી અને અન્ય કર્મીઅોને બે થી ત્રણ માસનો પગાર ચૂકવવાનો બાકી છે. ત્યારે પાલિકાની અાર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પાલિકાઅે તમામ ઝોનમાંથી રોજમદારોને છૂટા કરવાનો નિર્ણય લીધો હતો. અને પાલિકાઅે ચાર ઝોનના 40 રોજમદારોને કોઇપણ જાતની નોટિસ કે બે માસનો પગાર ચૂકવ્યા વગર નોકરીમાં છૂટા કરી દીધા હતા. પાલિકા અેક રોજમદારને રોજના રૂા.330 લેખે પગાર અાપતા હતા.
અેક સાથે 40 રોજમદારોને નોકરીમાંથી પાલિકાઅે કાઢી મૂકતાં તેમની વહારે પાલિકાના કાયમી કર્મીઅો અાવીને તેઅોની સાથે હડતાળ પર ઉતર્યા હતા. રોજમદારોઅે અાક્ષેપ કર્યો કે પાલિકાઅે અમને બે માસનો પગાર ચૂકવ્યા વગર કોઇ પણ જાણ કર્યા વગર છૂટા કરી દીધા છે.
અમે વર્ષોથી મહેનત કરીને નોકરી કરતાં હતા તેમ છતાં પાલિકાઅે મહેનતનું ઇનામ નોકરીમાં છૂટા કરીને અપાયું છે જ્યારે પાલિકાનું મહેકમ 176 ની સામે 293 મહેકમ છે. હાલ 40 રોજમદારોને હાલ છૂટા કરી દેવામાં અાવ્યા છે. પાલિકાની સ્થિતિ સુધરશે તો તેઅોને પાછા નોકરી પર લઇ લઇશું તેમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. જ્યારે સફાઇ કર્મીઅો અને રોજમદારોની હડતાળના લીધે શહેરમાં સાફ સફાઇ ન થતાં શહેરમાં ઠેરઠેર કચરાના ઢગલાઅો જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.