કાર્યવાહી:ગોધરા LCBએ ચોરીની બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા એલસીબી પોઇ જે.એન.પરમારને બાતમીદાર પાસેથી માહીતી મળેલ હતી કે પાંચેક મહીના અગાઉ ગોધરા કોઠી સ્ટીલ કંપનીના ગેટની બાજુમાં રોડ પાસે પાર્કીંગ કરેલ મોટર સાયકલની ચોરાયેલ હતી. જે મોટર સાયકલ સલમાન ઇલ્યાસ કાલુએ ચોરી કરેલ છે અને તે ચોરીની મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખેલ છે અને નંબર વગરની મોટર સાયકલ લઇને ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે ઉભેલ છે.

તે મળેલ બાતમીના આધારે પોસઇ આઇ.એ.સિસોદીયા તથા એલસીબી સ્ટાફના માણસો ગોન્દ્રા સર્કલ પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરવામાં આવતા સલમાન ઇલ્યાસ કાલુને મોટર સાયકલ અંગે પુછપરછ કરાતા આ મોટર સાયકલ કોઠી સ્ટીલ કંપનીના ગેટની બાજુમાં રોડ પરથી ચોરી કરી હોવાની કબુલાત કરતા તેને પકડી પાડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...