હુકુમ:ગોધરા કોર્ટે પોકસો, એટ્રોસિટીના ગુનાના આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામલી ગામે સગીરાને લગ્નની લાલચ આપી શારિરીક શોષણ કરાયું હતું

ગોધરાના સામલીમાં વણકર ફળીયા ગામે રહેતા ફરીયાદીએ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાન્યુ 2020માં ફરીયાદ આપેલી જેમા આરોપી અજયભાઇ ઉર્ફે ગોરીયો નરેન્દ્રભાઇ બારીઆએ ફરીયાદીની સગીર વયની ભાણેજને પટાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરીક શોષણ કરવાના ઇરાદે ભગાડી લઇ જઇ, શરીર સંબંધ રાખ્યાની કલમ, પોકસો એકટની કલમ તથા એટ્રોસીટી એકટની કલમ મુજબની ફરીયાદના આધારે આરોપી અજયભાઇ ઉર્ફે ગોરીયો નરેન્દ્રભાઇ બારીઆને પોલીસે પકડી પાડેલ જે બાબતે પંચમહાલ જીલ્લાના સ્પે.જજ તથા બીજા એડી. સેશન્સ જજ કે.આર.રબારીની કોર્ટમાં કેસ ચાલી જતાં રેકર્ડ ઉપર જે પુરાવો આવેલ તે પુરાવો ધ્યાને લઇ અને મદદનીશ સરકારી વકીલ રમેશચંદ્ર એમ.ગોહીલની વિગતવારની દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂા.6000નો દંડ કરેલો છે અને વધુમાં કોર્ટ દ્વારા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભોગ બનનારનાઓને રૂા.4 લાખ વળતર ચુકવી આપવાનો પણ હુકમ કરવામાં આવેલો છે.

અન્ય સમાચારો પણ છે...