• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Godhra Congress Exercises Intensity Over Assembly Elections; A Meeting Was Held To Hear The Demands And Representations Of The Workers leaders

ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ:ગોધરા-વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની કવાયત તેજ; કાર્યકરો-આગેવાનોની માગણી તથા રજૂઆત સાંભળવા બેઠક યોજાઈ

પંચમહાલ (ગોધરા)14 દિવસ પહેલા

વિધાનસભાની ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લઈને નીકળેલ કોંગ્રેસે અંતિમ સમયે ઉમેદવાર જાહેર કરવાની પરંપરામાં બદલાવ લાવતા ઉમેદવાર જલ્દી જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માંગતા કાર્યકરો માટે આજે ગોધરામાં આવેલ બામરોલી રોડ ખાતે મહાલક્ષ્મી પાર્ટી પ્લોટમાં પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારના વ્યૂહ અને કાર્યકરો તથા આગેવાનોની માગણીઓ તથા રજૂઆતને સાંભળવા માટે ગુજરાતના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમની ટીમ આજે ગોધરા મુકામે આવી પહોંચી હતી.

કાર્યકરો સાથે વ્યૂહરચના અને ચર્ચા-વિચારણા કરાઈ
આ બેઠકમાં પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ કઈ રીતે સફળતા મેળવે તે માટે વ્યૂહરચના અને તેમની ટીમ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે વિજય મેળવે તે માટે સામાન્ય કાર્યકરથી લઈને પાયાના કાર્યકરોને ભરતસિંહ સોલંકીએ સાંભળ્યા હતા. આ વખતે પંચમહાલ જિલ્લામાં જે રીતે પરિવર્તનો દોર છે અને જે રીતે કોંગ્રેસ ને આવકાર મળી રહ્યો છે સાથે ઉમેદવારોમાં પણ ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છે, તેમજ કાર્યકરોમાં ખૂબ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. તે પ્રમાણે આજે ગોધરાના બામરોલી રોડ ખાતે મહાલક્ષ્મી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં કાર્યકરો પોતાના પ્રતિનિધિ માટે ઉમટી પડ્યા હતા અને પોતાના પ્રતિનિધિ માટે શાંતિથી રજૂઆત કરી હતી. ઉપરાંત આવનારી વિધાનસભાની ચૂંટણી 2022માં કોગ્રેસ પાર્ટી પંચમહાલની પાંચ વિધાનસભા બેઠક ઉપર ઝળહળતો વિજય મેળવે તે માટે આજે ઉમેદવારો અને પાયાના કાર્યકરોને સાંભળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...