ગોધરા શહેરમાં આવેલ ભિલોડિયા પ્લોટ ખાતે જેતુનબીબી અબ્દુલ રહીમ સબુરીયાના રહેણાંક મકાનની પાછળના ભાગે એક ખુલ્લા પ્લોટમાં આઠ જેટલી ગૌ વંશને ઘાસચારા વગર કૃરતાપૂર્વક કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ છે. તેવી બાતમીના આધારે ગોધરા બી-ડિવિઝન પોલીસે ગોધરાના ભિલોડિયા પ્લોટ ખાતે રેડ દરમિયાન આઠ જેટલી ગૌ વંશને બચાવી લીધી હતી. જ્યારે બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ નારણભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે, ગોધરા શહેરના ભીલોડિયા પ્લોટમાં આવેલ જેતુનબીબી અબ્દુલ રહીમ સબુરીયાના મકાનની પાછળ એક ખુલ્લા પ્લોટમાં આઠ જેટલી ગૌ વંશને કૃરતાપૂર્વક બાંધી રાખેલ છે. જે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ દરમિયાન ગાય સહિત વાછરડી અને વાછરડા મળી કુલ 8 જેટલી ગૌ વંશને બચાવી લીધી હતી. જેની કિંમત 50,000 મળી નિશાર અબ્દુલગની બદામ અને સાજીદ ઇલ્યાસ ભમેડીની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.