ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:પંચમહાલ જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વરએ મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

પંચમહાલ (ગોધરા)11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી-2022ની તા.03/11/2022ના રોજ જાહેરાત કરવામાં આવેલી છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ 124-શહેરા, 125-મોરવા હડફ (અ.જ.જા), 126-ગોધરા, 127-કાલોલ તથા 128-હાલોલમાં તા.05/12/2022ના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા હેતુ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી નિરીક્ષકઓની (Observer)ની નિમણૂંક કરવામાં આવી છે. જેને લઇને પંચમહાલ જિલ્લા ચૂંટણીતંત્ર પણ સક્રિય બન્યું છે. ત્યારે જિલ્લામાં ચૂંટણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે જનરલ ઓબ્ઝર્વર તથા પોલીસ ઓબ્ઝર્વર સાથેજિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજ છબનપુર ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા સહિતની તમામ પ્રકારની તૈયારીઓ માટે સ્થળ મુલાકાત લઇને ઓબ્ઝર્વરઓ તરફથી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા સહિત ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...