ગંદકીનું સામ્રાજ્ય:કાલોલમાં કચરો- ગંદકીનું સામ્રાજ્ય રોગચાળાનો ભય

કાલોલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોર ટુ ડોર કચરા કલેક્શન ફક્ત કાગળ હોવાનુ લોકોનો આક્ષેપ

કાલોલ નગર પાલીકા દ્વારા ચોમાસામાં સફાઇના અભાવે નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યુ છે. કાલોલ નગરમાં વોર્ડ નંબર 4, 5 અને 6માં સ્લમ વિસ્તારો આવેલા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈ પ્રત્યે અોરમાયુ વર્તન રાખવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. ભાગ્યોદય સોસાયટી, શિવ શક્તિ સોસાયટી, ચામુંડા સોસાયટી, વૃંદાવન સોસાયટી, પુરષોતમ સોસાયટી, સર્વોદય સોસાયટી, જલારામ સોસાયટી, મંગલ મુર્તી સોસાયટી પાસે એક પણ કટેનર મુકાવવા આવ્યું નથી. જેને લઇને ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.

જ્યારે રોહિતવાસ અને બોરુ ટર્નિંગની આજુબાજુ વિસ્તારોમાં પણ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જેને કારણે ડોર ટુ ડોર કલેક્શન પાલિકાના કાગળ પર જોવા મળે છે તેવુ લાગી રહ્યુ છે. વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્વવ પણ ખુબજ વધી ગયો છે. જેને કારણે વિસ્તારના લોકો મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં અાવતા દવાખાનામાં સારવાર માટે ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. સફાઇ માટે વારંવાર પાલિકામાં રજુઅાત કરવા છતા પાલીકા દ્વારા કામગીરી નહી કર તા છુપો રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...