વાહનોનો ધમધમાટ શરૂ:આજથી શાળાઓ 21 દિ’ના વેકેશન બાદ છાત્રોના અવાજથી ગુંજી ઉઠશે

ગોધરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા સત્રના પાઠ્ય પુસ્તકોની ખરીદી માટે ભીડ જામશે
  • રસ્તા પર રિક્ષા સહિત સ્કુલ વાહનોનો ધમધમાટ શરૂ

રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન બુધવારે પૂર્ણ થતાં આજથી શાળાઅોમાં બીજા સત્રનો પ્રારંભ થશે. શાળાના બિલ્ડીંગોના સાફ-સફાઈની કામગીરી પુરી કરવામાં આવી છે. છેલ્લાં 21 દિવસથી સુમસામ ભાસી રહેલી શાળાઓમાં બાળકોની હાજરી તેમજ તેમના કોલાહલથી ગુંજી ઉઠશે. દિવાળીમાં ફૂલ મોજ મસ્તી કરી ચુકેલા બાળકો આજે સ્કૂલમાં અાવતા જ શાળાના મેદાનમાં ફરીથી વિદ્યાર્થીઓનો ધમધમાટ જોવા મળશે. દિવાળીનું વેકેશન માણીને આજે વિદ્યાર્થીઅો તેમના મિત્રો અને ટીચરને મળશે.

બીજા સત્રના અભ્યાસ ક્રમનો પ્રારંભ થશે. સામાન્ય રીતે વેકેશન બાદનાં પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળતી હોય છે. છતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળામાં પહોંચશે. ઉપરાંત શાળાઓ ખુલતા જ બીજા શૈક્ષણિક સત્રના પાઠ્ય પુસ્તકોની ખરીદી, સ્કુલ બેગ સહિતની શૈક્ષણિક કીટની ખરીદી શરૂ થશે. સ્કુલમાં વિદ્યાર્થીઅોની અવર જવરથી માર્ગમાં પુન: રીક્ષા સહિત સ્કુલ વાહનોનો ધમધમાટ શરૂ થશે. તથા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરાવવાનો પ્રારંભ કરશે.

અન્ય સમાચારો પણ છે...