જય અંબેના ગગનભેદી નાદ ગૂંજ્યા:ગોધરાથી રાણા સમાજ દ્વારા વિશાળ પગપાળા સંઘ અંબાજી જવા રવાના; લાંબી ધજાએ આર્કષણ જમાવ્યું

પંચમહાલ (ગોધરા)24 દિવસ પહેલા

ગોધરા શહેરના રાણા સોસાયટીમાં રહેતા સમસ્ત રાણા સમાજ દ્વારા જગત જનની મા અંબાના 20 વર્ષના પગપાળા સંઘના મંગલ પ્રવેશ નિમિત્તે ભવ્ય પગપાળા યાત્રા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગોધરાથી અંબાજી સુધી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે પગપાળા સંઘ ગોધરાથી અંબાજી રથ લઈ પ્રસ્થાન કર્યું હતું. જેમાં રાણા સમાજના વડીલો મહિલાઓ અને નવયુવાન સહિત ગોધરા નગરના લોકો પણ આ પગપાળા યાત્રામાં જોડાયા હતા.

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના લીધે પગપાળા સંધ બંધ રહ્યો હતો. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ગોધરાથી અંબાજી પગપાળા સંઘ નિકળ્યો હતો. જેમાં 'બોલ મારી અંબે જય જય અંબે' ના નાદ અને ધજાઓ સાથે અસંખ્ય ભક્તો જોડાયા હતા. ભાદરવા મહિનાની પૂનમના દિવસે જગત જનની માં જગદંબાના ધામમાં લાખો માઈ ભક્તો પગપાળા સંઘ લઈને આવે છે. ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણ ઓછું થતાં પગપાળા સંઘ લઈને અનેક ગામથી શ્રદ્ધાળુઓ અંબાજી જવા નીકળ્યા હતા.

આધ્ય શક્તિ પદયાત્રા સંઘના અગ્રણી રાજુભાઇ રાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા વીસ વર્ષથી ગોધરાથી અંબાજી પદયાત્રા લઈને અમે જઈએ છે અને દરેક સમાજના લોકોને આ પદયાત્રામાં આવે છે. તેમની દરેક સુવિધાઓ જેવી કે રહેવાની, જમવાની વ્યવસ્થા વગેરે આ સંધ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...