સ્ટાફની માગ:કાચાકામના ચાર માથાભારે કેદીની વિવિધ જેલમાં બદલી

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા જેલમાં ત્રસ્ત સ્ટાફની માગ હતી
  • શનિવારે સવાર 6 વાગે ટ્રાન્સફર કર્યા

ગોધરા સબજેલના બેરેક નંબર ચારના કાચાકામના કેદીઓ ખુરશીઓ તથા થાળીઓ મારીને મારી નાખવાની ધમકીઓ આપતા હોવાની રજૂઆત જેલ સ્ટાફે જિલ્લા કલેક્ટરને કરી હતી. તેમજ કાચાકામના કેદીો દ્વારા જાપ્તા પોલીસ સાથે પણ દાદાગીરી કરતાં એક જ દિવસે બે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેલમાં એલસીબી પોલીસે ચેકિંગ કરતાં સીકંદર બેલી પાસેથી મોબાઇલ મળી આવ્યો હોવાની પણ ફરિયાદ નોંધાઇ હતી. જેલ સ્ટાફની રજૂઆતના લીધે વડોદરા જેલ વિભાગના એસપીએ તાત્કાલિક ગોધરા જેલની મુલાકાત લીધી હતી.

આમ જેલના બેરેક નં-4ના કાચાકામના કેદીઓની દાદાગીરી તથા તેમની સામે ગુના નોંધાયેલા હોવાથી જેલ પ્રશાસને ગોધરા કોર્ટમાં જેલ બદલી કરવાની અરજી દાખલ કરતાં કોર્ટે અન્ય જેલમાં બદલી કરવાનો હુકમ કરતાં શનિવારે સવાર 6 કલાકે કોર્ટ કસ્ટડીના કાચાકામના 4 કેદીઓની ગુજરાતની વિવિધ જેલમાં બદલી કરવામાં આવી હતી. તેમજ જેલમાં મોબાઇલ મળી આવતાં જેલ પ્રશાસને તમામ બેરેકમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેલ સ્ટાફની રજૂઆત હતી કે બેરેક ચારના કેદીઓ યુનિટી કરીને દાદાગીરી કરતા હોવાની રજૂઆતના પગલે બેરેકના કેદીઓના બેરેક પણ બદલ્યા હોવાનું જાણવા મળ્યું છે.

4 કેદીની અન્ય જેલમાં બદલી

  • સિકંદર ઇસ્હાક બેલી - અમદાવાદ જેલ
  • બિલાલ યાકુબ બક્કર - લાજપોર જેલ સુરત
  • સલમાન મહમંદ હનીફ ભગળીયા ઉફે ચુચલો - પોરબંદર જેલ
  • નીશાર અનવર બદામ ઉફે જંગલીયો - રાજકોટ જેલ
અન્ય સમાચારો પણ છે...