• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Formal Approval Of Incorporation Of 3 Gram Panchayats Including Vavadi Buzurg Into The Municipality By The Godhra Napalika Authorities; Actions Were Taken To "seal" The Offices With Documentary Evidence

રાજકીય માહોલમાં ગરમાવો!!:ગોધરા ન.પાલિકા સત્તાધીશો દ્વારા વાવડી બુઝર્ગ સહિત 3 ગ્રામ પંચાયતોનો પાલિકામાં સમાવેશ કરવાનો વિધિવત સપાટો; દસ્તાવેજી પુરાવાઓ સાથે કચેરીઓને "સીલ" કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરને અડીને આવેલ 3 ગ્રામ પંચાયતોનો ગોધરા ન.પાલિકામાં સમાવેશ કરવાની આજરોજ વીજળીક ઢબે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરા ન.પાલિકાના ચીફ ઓફિસર આર.એચ.પટેલે પોતાની ટીમ સાથે સૌ પ્રથમ વાવડી બુઝર્ગના તલાટી કમ મંત્રી પાસેથી ચાર્જ લઈને જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સાથે ગ્રામ પંચાયત કચેરીને "સીલ" મારી દઈને વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સમાવેશ કરવાની કાર્યવાહીનો સપાટો બોલાવતા ગોધરા બેઠકના રાજકીય મોરચે ભારે ગરમાવો આવ્યો છે. આજ પ્રમાણે ભામૈયા અને ચીખોદ્રા ગ્રામ પંચાયતોનો પણ નગરપાલિકામાં સમાવેશ કરીને ચાર્જ લેવાની, ગોધરા ન.પાલિકા સત્તાધીશો વિધિવત કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરીને આ બન્ને ગ્રામ પંચાયતોની કચેરીઓને પણ "સીલ" કરી કામગીરીઓ ચાલુ કરવાનું કહેવાયું છે.

ગુજરાત સરકાર દ્વારા 13,ઓગષ્ટ 2015ના રોજ ગોધરા ન.પાલિકામાં વાવડી બુઝર્ગ, ભામૈયા અને ચીખોદ્રા આ 3 ગ્રામ પંચાયતોના સમાવેશ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી મનાઈ હુકમોની અરજીઓ તબક્કાવાર ડિસમીસ કરી દેવામાં આવી હતી. ગોધરા ન.પાલિકાના ચીફ ઓફિસર આર.એચ.પટેલ દ્વારા 3 ગ્રામ પંચાયતોનો ચાર્જ લેવા માટે જિલ્લા પંચાયતના સત્તાધીશો પાસેથી લેખિત હુકમ મંજૂરીઓ મેળવ્યા બાદ મોડી સાંજે ગોધરા બેઠકના સત્તાધારી ભાજપના રાજકીય મોરચે બહુચર્ચિત અહમનો મુદ્દો બની ગયેલ વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત કચેરીનો તલાટી કમ મંત્રી પાસેથી દસ્તાવેજી પુરાવાઓ સાથે વિધિવત ચાર્જ લઈને પાલિકા સત્તાધીશો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને સીલ કરીને વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયતનો નગર પાલિકામાં સત્તાવાર સમાવેશ કરવાનો સપાટો બોલાવતા ગોધરા બેઠકના રાજકીય મોરચે જબરદસ્ત માહોલ ગરમાયો હતો.

અન્ય સમાચારો પણ છે...