ત્રણ બુટલેગરની અટકાયત:ગોધરાના વણાકપૂરમાં સફેદ પાવડરની પ્લાસ્ટિકની થેલીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

પંચમહાલ (ગોધરા)25 દિવસ પહેલા

ગોધરા તાલુકાના વણાકપૂર ગામે સફેદ પાવડરની પ્લાસ્ટિકની થેલીની આડમાં વિદેશી શરાબનો જથ્થો પસાર થઇ રહ્યાની બાતમી ગોધરા લિવ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર પી એન સીંગ મળી હતી. જે બાતમીના અનુસાર એલસીબી શાખાના પીઆઈ જે. એન. પરમારએ ગોધરા તાલુકાના વણાકપૂર ગામે નાકાબંધી દરમિયાન અશોક લેલેન્ડ ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના એલસીબી શાખાના પીઆઈ જે એન પરમારને આપી હતી. ગોધરા લીવ રીઝર્વ પીઆઈ પી. એન. સીંગને ચોક્કસ બાતમી મળી હતી કે, એક અશોક લેલેન્ડ ટ્રક નં એચ આર 45 સી 8773ની બંધ બોડીમાં સફેદ પાવડરની પ્લાસ્ટિકની થેલીની આડમાં વિદેશી દારુનો જથ્થો સંતાડી દાહોદથી વડોદરા તરફ જવાના છે. તેવી બાતમીના આધારે એલસીબી પીઆઈ જે એન પરમાર તથા એલસીબી શાખાના સ્ટાફ ગોધરા તાલુકાના વણાકપૂર ગામે નાકાબંધી દરમિયાન અશોક લેલેન્ડ ટ્રક નં એચ આર 45 સી 8773 ના ચાલક તથા બે ઇસમને પકડી પાડી અશોક લેલેન્ડ ટ્રકમાંથી વિદેશી દારૂની પેટી 296 જેની કિંમત 10, 26528 રૂપિયા અને અશોક લેલેન્ડ ટ્રકની કિંમત 10 લાખ સહિત 20,49,718 રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અને ઝડપી પાડયા હતા. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપીઓ
1. જશવીન્દ્રસિંહ તરલોચનસિંહ શીખ રહે. રસૂલપૂર પો. મારવા ખુદ થાના. બિલાસપુર જી. યમુનાનગર હરિયાણા
2. નરેન્દ્ર કુમાર રાજપાલ રહે ગીસરપૂરી પો. બીલીપૂર હરિયાણા
3. મૂકેશ સાવરમલ જાટ રહે. ચારણકીધાણી રહે. પરસરામપૂરા થાના. નવલગઢ રાજસ્થાન​​​​​​​

વોન્ટેડ આરોપી
1. માંગીલાલ ઉર્ફે ગોવર્ધન પ્રભુલાલ પાલીવાલ રહે. ચાટીથાખેડી તા. ગોગુદા ઉદેપુર રાજસ્થાન

અન્ય સમાચારો પણ છે...