ફરિયાદ:જાંબુઘોડાના ઉચેટ ગામે DJ વગાડવા બાબતે મારામારી

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ મથકે બે સામે ફરિયાદ નોંધાઇ

જાંબુઘોડાના ઉચેટમાં ડિજે વગાડવા બાબતે મારામારી થઇ હતી. જાંબુઘોડાના ઉચેટ ગામે રમેશભાઇ શનાભાળ બારીયાના ઘરે પાસે ડી.જે.નું ટેસ્ટીંગ કરતા હતા. આ વખતે જયેશભાઇ ડી.જે. બંધ કરવા જોર જોરથી બૂમો પાડીને અપશબ્દો બોલતા તુલસીભાઇ ફતેસિહભાઇએ અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. ત્યારે બાદ ડી.જે. બંધ કરી દીધું હતું.

તેની અદાવત રાખીને જયેશભાઇ જેઠાભાઇ બારીઆ તથા રાકેશભાઇ જેઠાભાઇ બારીઆએ આવીને તુલસીભાઇ ફતેસિંહ બારીઆને બંને જણાએ લાકડી તથા ગડદાપાટુનો મારમારીને ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ જાંબુઘોડા પોલીસ મથકે નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...