પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રીછવાણી ગામે બાપદાદાની જમીનને લઇને કુંટુબી ભાઇ સોમતભાઇ નરવતભાઇ બારીઅા, મોહનભાઇ નરવતભાઇ બારીઅા, બુધીબેન નરવત ભાઇ બારીઅા તથા રીન્કુબેન મોહનભાઇ બારીઅા અાવીને તેમના છોકરા દિલીપસિંહ તથા બહેન સુમિત્રાબેનને કહેલ કે તમોને જમીનનો ભાગ મળશે નહિ અને તમો અહિથી જતા રહો તેમ જણાવતાં સુમિત્રાબેને કહ્યુ કે અમારા બાપદાદાની જમીન છે.
અમેને કેમ ભાગ ના મળે તેમ કહેતાં સોમતભાઇ સહીતના ચાર જણાઅે લોખંડની કોશ સુમિત્રાબેનને મારીને ઇજાઅો કરી હતી. તેમજ દિલીપભાઇને પણ મારીને ઇજાઅો કરીને ગડદાપાટુનો મારમાર્યો હોવાની પોલીસ ફરીયાદ દામાવાવ પોલીસ મથકે નોધાવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.