ગોધરા શેખ કબ્રસ્તાન ના મુખ્ય માર્ગ ઉપર કબ્રસ્તાનના ગેટ ન.7ની નજીક આવેલ મુખ્ય માર્ગના માધ્યમ પાછળ ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ચેમ્બર તૂટી જવા પામેલ છે. જેને લઈને ઊંડી ગટરમાં પાડવાને કારણે કોઈ મોટી ઘટના ના ઘટે તે માટે સ્થાનિક લોકો 24 કલાક ભયભીત રહે છે.
આ માર્ગ ઉપર અનેક શાળાઓ આવેલી છે. દિવસ દરમ્યાન આ માર્ગ રાહદારીઓ વાહનચાલકો અવરજવરથી ધમધમતો હોય છે. શળાઓ હોવાને કારણે વિર્ધાર્થીઓને સ્કુલમાં લઈ જવા માટે રીક્ષા તથા અન્ય વાહનો અહીંયા અવર જવર કરતા હોય છે. તંત્રને અનેક વાર માૈખિક રજૂઆતો કરવા છતાં આ ખુલ્લી ભૂગર્ભ ગટરના તૂટી ગયેલ ચેમ્બરને બંધ કરવામાં આવેલ નથી. જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે શુક્રવારની સમી સાંજે વરસાદ પડવાને કારણે આ માર્ગ ઉપર વધુ પડતું પાણી ભરાઈ જતા માર્ગ ઉપરની ખુલ્લી ચેમ્બર દેખાતી ન હતી. જેથી તેમાં કોઈ પડી ના જાય તે માટે યુવાનો મોડી રાત્રી સુધી ત્યાં ઉભા રહીને લોકોને સમજાવતા હતા.
સવારે આ ખુલ્લા ચેમ્બરમાં લાકડા ગોઠવી દેવામાં આવેલ છે. સ્થાનિકોએ લોકફાળાથી આ ચેમ્બરને ઢાંકવા માટે લોખન્ડની જાળી બનાવવા માટે આપેલ છે. વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ચેમ્બરો તૂટી જવાની પણ બૂમ ઉઠવા પામેલ છે. પાલીકા દ્વારા યોગ્ય કામગીર કરવામાં અાવે તેવી સ્થાનિકોની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.