કાર્યક્રમ યોજાયો:ગોધરામાં ખેડૂતોને વન અધિકાર હેઠળ જમીનની સનદો અપાઇ

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુસર પ્રાથમિક શાળાના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારના મહેસુલ અને વન વિભાગ દ્રારા વન વસાહત ગામ ગુસર રેવન્યુ હેડે થયેલ હોય ખાતેદારોને જમીનની સનદો અને વાલૈયા અને ગુસર નવી વસાહતના ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો આપવાનો કાર્યક્રમ ગુસર પ્રાથમિક શાળાના પટાંગણમાં ગોધરા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંગલદીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે વન વસાહત ગામ ગુસરને રેવન્યુ હેડે કરવા તેમજ વાલૈયા અને ગુસર નવી વસાહતના ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો આપવાનો પ્રશ્ન ચાલીસ વર્ષ જુનો હતો. જેના કારણે અહી વસતા ખેડૂત ખાતેદારોને સરકાર પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના, રાષ્ટ્રીય અને કોપરેટીવ બેંકો માંથી પાક ધિરાણ, પાક વિમા યોજના તેમજ ખેતીને લગતી વિવિધ યોજનાઓનો લાભ મળતો નહોતો.

આ ગામોની વર્ષોની માંગણીનો સંતોષકારક નિકાલ આવતાં ગામના ખેડૂત ખાતેદારોને વન વસાહત ગામ ગુસર રેવન્યુ હેડે થયેલ હોય 27 જેટલા ખાતેદારોને સનદો અને વાલૈયા અને ગુસર નવી વસાહતના 78 ખાતેદારોને વન અધિકાર હેઠળ જમીનની સનદો મળતા સરકારના ખેડૂતલક્ષી અભિગમને બિરદાવી જે ખેડૂત ખાતેદારોને જમીનની સનદો મળી છે તેમને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...