પાક જમીનદોસ્ત:કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થતાં ખેડૂતો લાચાર; પાક નુકસાનીનો સર્વે કરાવશે

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ પંથકમાં ખેતરમાં કાપીને રાખેલા ઘઉ પલડી ગયા હતાં. - Divya Bhaskar
ઝાલોદ પંથકમાં ખેતરમાં કાપીને રાખેલા ઘઉ પલડી ગયા હતાં.
  • લુણાવાડા,ખાનપુર સહિતમા ઘઉં - ચણાનો પાક જમીનદોસ્ત
  • વીજપુરવઠો ખોરવાયો, લગ્ન મંડપ પણ તૂટયા

કમોસમી વરસાદની અાગાહીને લઇને મહિસાગર જિલ્લામાં સોમવારે મોડી સાંજ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદથી જિલ્લામાં ખેડુતોના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યુ છે. સાૈથી વધુ ખાનપુર તાલુકામાં માવઠાથી નુકસાન થયું છે. લુણાવાડા, ખાનપુર સહીતના ઉભા પાકને નુકસાન થયું છે. ખેડુતોના ચણા, ધંઉ, મકાઇ, રાયડા સહીતનો પાક વરસાદથી પલળીને જમીનદોસ્ત થયા હતા. સંતરામપુર સહીતના ગામોમાં ખેડૂતોના ખેતરમાં વાઢેલા ધંઉ વરસાદી પાણીથી પલડી ગયા હતા.

જિલ્લાના ખેડુતોઅે સરકાર પાસે સહાયની માંગ કરી છે. બીજી બાજુ પવન સાથે કમોસમી વરસાદથી મહિસાગર જિલ્લાના ગામડાઅોના વિજપોલ તુટી પડતાં અંધારપટ છવાયો હતો. 12 વિજપોલ ધરાસાઇ થયા હતા. તેમજ દરજી ચાકલીયા ગામે લગ્નનો મંડપ પણ તુટી ગયો હતો. અામ કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનીનો સર્વે કરવા મહિસાગર ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામસેવકને મોકલીને સર્વે કરાવશે.

હાલ નુકસાનની ફરીયાદ નથી
ઘંઉને થોડુક નુકસાનની સંભાવના છે. હજુ ખેડુતોના પાકને નુકસાન થયાની ફરીયાદ મળી નથી. તેમ છતાં અમે ગ્રામસેવકોને મોકલીને નુકસાનીનું સર્વે કરવાની સૂચનાઅો અાપી દીધી છે:> પ્રવિણભાઇ પટેલ, ખેતીવાડી અધિકારી, મહિસાગર.

અન્ય સમાચારો પણ છે...