ગૌ સ્ટિકની ભારે માંગ:બાકરોલ ગામમાં થતી ગૌશાળાની ગૌ સ્ટિક વૈદિક હોળી માટે પ્રખ્યાત

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મધ્ય ગુજરાત સહિતમાં ગૌ સ્ટિકની ભારે માંગ

ઘોઘંબા તાલુકા ના બાકરોલ ગામ માં શ્રી રામ ગૌ શાળા સોમાભાઈ અને તેમના પરિવાર ચલાવી રહ્યા છે.ગૌ વંશ ની સેવા માટે પોતાનું ઘર,જમીન,પત્ની ના દાગીના ગીરવે મૂકી દીધા હતાં.એટલે સુધી કે પોતાના પુત્ર ને પણ અભ્યાસ બંધ કરાવી પરિવાર અને ગૌ વંશ નું પોષણ કરવા મજૂરી એ મોકલવો પડ્યો.સોમાભાઇઅે ગૌ શાળા માં રહેલી ગાયો ના છાણ માંથી વૈદિક હોળી માટે વપરાતી ગૌ કાષ્ટ બનાવવા ની શરૂઆત કરી.શરૂઆત માં ઓછા જથ્થા માં ગૌ કાષ્ટ બનાવી વેચાણ કરતા થોડી ઘણી આવક થઈ અને ભુખે મરતી ગાયો અને પોતાના પરિવાર ને બે ટંક ભોજન મળી રહે તેવી આવક થઈ.સોમાભાઈ ની ગૌ શાળા માં બનેલ ગૌ સ્ટીક ની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે.

ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, દાહોદ, આણંદ, નડિયાદ, લુણાવાડા સહિત મધ્ય ગુજરાત ના મોટાભાગ ના જિલ્લાઓ માં વૈદિક હોળી માટે સોમાભાઈ ની ગૌ શાળા ના જ ગૌ કાષ્ટ ઉપયોગ માં લેવાય છે.સોમાભાઈ ની ગૌ શાળા માં બનેલ ગૌ સ્ટીક ની હોળી નિમિતે જબરદસ્ત માંગ છે અને હાલ તેઓ આ ગૌ સ્ટીક નું સમગ્ર મધ્ય ગુજરાતમાં વેચાણ કરી રહ્યા છે.

જેની સારી આવક થકી સોમાભાઈ ની આર્થિક સ્થિતિમાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું.એક સમયે એક ટંક ભોજન ના જેમને વાંધા હતા તે સોમાભાઈ આજે પોતાની ગૌ શાળા માં 65 થી 70 લોકો ને રોજગારી પુરી પાડી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે સોમાભાઇ ને ત્યાં રોજગારી માટે આવતા લોકો માં મહિલાઓ સૌથી વધુ છે.ગાૈ શાળમાં ગાયોને પણ ધાસચારો અને પેષ્ટીક અાહાર મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...