રજૂઆત:પંચમહાલના આરોગ્ય વિભાગમાં વાહન માલિકોનું કરાતું શોષણ

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડા કરારના વાહનોનું પેમેન્ટ સમયસર કરવા રજૂઆત કરવામાં આવી
  • પંચમહાલના આરોગ્ય વિભાગમાં વાહન માલિકોનું કરાતું શોષણ

પંચમહાલ જિલ્લા પંચાયતમાં ટેન્ડરોમાં અધિકારીઅોની મીલીભગતથી ચોક્કસ ઇજારદારોના ભાડા કરારની ગાડીઅોના ટેન્ડર પાસ થઇને ભ્રષ્ટાચાર અાચરતા હોવાઅોનું ભાડા કરાર વાળા વાહનોના માલીકોની અાક્ષેપ કરતી રજુઅાતથી પુરવાર થતુ હોય તેમ લાગી રહ્યું છે.

જિલ્લા પંચાયતના અારોગ્ય વિભાગના તમામ પીઅેચસી સેન્ટર અને અારબીઅેસકેમાં ભાડાથી ગાડીઅો લેવા ટેન્ડર બહાર પાડવામાં અાવે છે. ટેન્ડર પાસ થયેલ કોન્ટ્રાકટર પાસે અેક પણ ગાડી ન હોવા છતાં દર વર્ષે અલગ અલગ ઇજારેદારના ટેન્ડર પાસે તથા અન્યોના વાહનો કમીશન પર લઇને અારોગ્ય વિભાગને અાપતા હોવાની લેખીત રજુઅાત ભાડા કરારના વાહનોના માલીકોઅે કરી હતી. વાહન ચાલકોને સમયસર ભાડાની રકમ ન મળતાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

કોન્ટ્રાકટર અને અધીકારીઅો વચ્ચે તાલમેલ ન હોવાથી વાહન માલીક જાતે સ્વ ખર્ચે તાલુકાઅોમાંથી બીલોની વ્યવસ્થા કરી અાપે છે. જેથી વાહનોના ભાડાની રકમ સમયસર કરવાની માંગ કરી હતી. વાહન માલીકોઅે અાક્ષેપ કરતી બીજી રજુઅાત કરી કે ટેન્ડરમાં દર વર્ષ ભાડાની રકમમાં ધટાડો થઇ રહ્યો છે.

હાલ બળતરના ભાવમાં વધારો થયો હોવાની ટેન્ડર પ્રક્રીયામાં મીનીમમ પેમેન્ટની લીમીટ રાખે અને ટેન્ડરમાં જે તે ઇજારદાર પાસે અેક પણ વાહનો પોતાનું હોતું નથી તેમ છતાં કોન્ટ્રાકટર જિલ્લામાંથી કમિશન પર વાહનો લઇને ગાડીઅોના કમીશન પેટે મહિને અધધ કમાણી કરે છે. જેથી અાવા વચેટીયાઅોને બંધ કરીને વાહન માલીકોનું શોષણ થતું અટકશે તેવી રજુઅાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...