વાઇરસનો પેસારો:લમ્પી વાઇરસની મહીસાગરમાં એન્ટ્રી, 2 ગામના 2 પશુમાં લક્ષણ

ગોધરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
લમ્પી રોગ ધરાવાત પશુઓની પશુ ચિકિત્સક તથા પશુપાલન વિભાગના અધિકારીએ મુલાકાત લઇ સારવાર શરૂ કરી - Divya Bhaskar
લમ્પી રોગ ધરાવાત પશુઓની પશુ ચિકિત્સક તથા પશુપાલન વિભાગના અધિકારીએ મુલાકાત લઇ સારવાર શરૂ કરી
 • લુણાવાડા તાલુકાના વેલણવાડા અને વીરપુરના રોઝવમાં શંકાસ્પદ એક એક કેસ
 • પશુપાલન વિભાગને એલર્ટ રહેવા સૂચના
 • લમ્પી વાઇરસગ્રસ્ત બે પશુઓને રાજસ્થાનથી ખરીદીને લાવ્યા હતા

ગુજરાત રાજય અને રાજસ્થાનમાં પશુઓમાં લમ્પી રોગચાળાએ હાહાકાર મચાવ્યા બાદ મહિસાગર જિલ્લામાં બે પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળતાં જિલ્લાના પશુપાલન વિભાગે એલર્ટ થઇને સાવચેતી રાખવા પશુપાલકોને સુચનાઓ એપી છે. વાઇરસ ઝડપી ફેલાતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો હતો. લમ્પી વાઇરસ ધરાવતાં બંને પશુઓની રાજસ્થાનથી ખરીદી કરીને લાવ્યા હતા.

રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોંત નિપજી રહ્યા છે. અને આ રોગચાળો ઝડપભેર ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે મહીસાગર જિલ્લાના બે અલગ અલગ ગામમાં પણ બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ રોગચાળાની ગંભીરતાને કારણે પશુપાલન વિભાગના તબીબો પણ સ્થળ પર આવી સારવાર તેમજ જરૂરી સૂચનો આપી છે.

આ વાયરસના લક્ષણો લુણાવાડા તાલુકાના વેલણવાડા ગામમાં રહેતા પટેલ રજનીભાઇ બલભાઈ અને વીરપુર તાલુકાના રોઝાવ ગામના ખાંટ પ્રકાશભાઈ જેશીગભાઈને ત્યાં રાખેલી ગાયમાં દેખાતા તેમણે તાત્કાલિક આ બાબતની જાણ ડેરીના પશુ તબીબને કરતા તેઓએ સ્થળ પર આવી તપાસતાં પ્રથમ દ્રષ્ટિએ લમ્પી વાયરસના લક્ષણ જણાયા હતા.

જેથી તેમણે તે મુજબની સારવાર શરૂ કરી હતી. ખેડૂતે પણ રોગચાળાની ગંભીરતાને સરકારી ડોક્ટરને મળ્યા બાદ ગાયના લક્ષણો બાબતે વાત કરતા મંગળવારે જિલ્લા પશુપાલન ઇન્ચાર્જ નિયામક દ્વારા બને ગામે પહોંચી સારવાર અને નિરીક્ષણ કરી ખેડૂતને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જો કે આ બંને પશુ રાજસ્થાનથી લાવવામાં આવ્યા હતા.

નજીકના પશુપાલન વિભાગને જાણ કરવી
મહિસાગર જિલ્લામાં બે કેસ જોવા મળ્યા છે. જે બંને બહારથી આવેલા પશુઓ છે રોગચાળો વધુ ન ફેલાય તે માટે પશુઓને તાત્કાલિક રસી આપવા માટે પણ માગણી કરાઈ છે. પશુમાં લક્ષણ દેખાય તો પશુપાલન વિભાગ કે નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો.>હસમુખ જોષી, ઈન્ચાર્જ મહિસાગર જિલ્લા પશુપાલન નિયામક

લમ્પી રોગ કેવી રીતે ફેલાય છે
ગઠેદાર ચામડીનો રોગ નાના મોટા તેમજ દુધાળા પશુઓમાં વાયરસથી થતો ચેપી રોગ છે. જે મચ્છર, માખી, ઇતરડી દ્વારા અેક પશુથી બીજા પશુમાં ફેલાય છે. રોગીષ્ટ દુધાળા પશુનું દુધ ઉત્પાદક અચાનક ઘટી જાય છે. અન્ય જગ્યાથી પશુની ખરીદી કરીને લાવતાં તે રોગીષ્ટ પશુ હોય તો અન્ય પશુઓને ચેપ લાગી શકે છે.

લમ્પી વાઇરસમાં આ પ્રકારના ચિહ્નો જોવા મળે છે

 • પશુને પ્રથમ બે થી ત્રણ દિવસ તાવ આવે
 • લક્ષણ ધરાવતાં પશુઓઓના નાક- આંખમાંથી પાણી પડે અને મોઢંામાંથી લાળ પડે
 • પશુના શરીર પર કઠણ ગોળ આકારની ગાંઠો ઉપસી આવે, જે ચામડી તથા સ્નાયુ સુધી ઉડી ફેલાય
 • પશુના મોઢાના ગળામાં લસીકાંગ્રથિમાં અને પશુના પગમાં સોજો દેખાય
 • રોગચાળા વાળા પશુનું દૂધ ઉત્પાદક ધટી જાય
 • ખાવાનું બંધ કરે કે ખાવામાં તકલીફ પડે
 • ગાભણ પશુ તરવાઈ
 • જાય અને ક્યારેક મૃત્યુ પામે છે.
અન્ય સમાચારો પણ છે...