ઉમેદવારી ફોર્મ:પંચમહાલ-દાહોદ -મહીસાગરમાં આજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાૈથી વધુ હાલોલ બેઠક પર 18 ઉમેદવારી ફોર્મ ભરાયા છે

પંચમહાલ-દાહોદ અને મહિસાગર જિલ્લામાં બીજા તબકકાની તા. 5 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં અપક્ષોનો રાફડો ફાટી નીકળયો હતો. જોકે આવતીકાલ તા. 21નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારે ત્રણે જિલ્લાની 14 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પંચમહાલ જિલ્લાની 5 બેઠકો માટે 67 ઉમેદવારો દ્વારા 92 ઉમેદવારી પત્રો ભરવામાં અાવ્યા હતા. ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા શુક્રવારે ઉમેદવારી પત્રો ચકાસણી કરવામાં આવી હતી. જેમા 70 ઉમેદવારી પત્રો માન્ય ઠેરવવામાં અાવ્યા હતા.

જ્યારે 22 ઉમેદવારી પત્રોમાં ડમી તથા અન્ય કારણોસર ના મંજુર કરવામાં અાવ્યા છે. 21 મી સોમવારે બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ખેચવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય પાર્ટીઅોના કાર્યકરો ઉમેદવારોને બેસાડવાની કવાયતો હાથ ધરી રહ્યા છે.

ચકાસણી બાદ સાૈથી વધુ ઉમેદવારી ફોર્મ હાલોલ બેઠક પર 18, ગોધરા અને કાલોલ બેઠક પર 15-15 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.શહેરા બેઠક પર 8 અને મોરવા(હ) બેઠક પર 14 ઉમેદવારી પત્રો ભરાયેલા છે. અાજે બપોર 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ખેચ્યા બાદ જિલ્લાની 5 વિધાનસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...