ગોધરા ની સિવિલ હોસ્પિટલમાં પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના દર્દીઅો સારવાર કરવા અાવતા હોય છે. હોસ્પિટલમાં મફત અપાતી દવાના મેડીકલ સ્ટોરમાં દવા તથા જરૂરી ઈન્જેક્શનોની અછતને કારણે દર્દીઅોને હાલાકી ભોગવાનો વારો અાવ્યો છે. હોસ્પિટલ ખાતે ડોકટરો દ્વારા લખાતી દવાઓ દર્દીઓને નહિ મળતા બજારમાં મોંધા ભાવની ખરીદી કરવાની ફરજ પડે છે.
ગોધરાની સિવિલ હોસ્પટલમાં અાવતા દર્દીઅો મોટા ભાગે ગરીબ પ્રજા હોય છે. જેથી સારવાર કરવા સિવિલ હોસ્પિટલમાં અાવતા હોય છે. તબીબને બતાવ્યા બાદ લખેલ દવાઅો લેવા મેડીકલ સ્ટોરમાં લાઇનમાં ઉભો રહે ત્યારે મફત મળતી દવાના સ્ટોરમાં દવા ન હોવાનું કહેતા દર્દીઅો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. દવાના સ્ટોરમાં છેલ્લા કેટલાક સમયથી જરૂરી દવાઓની અછતને કારણે જીલ્લાભરમાંથી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે.
હોસ્પિટલમાં તબીબ દ્વારા લખેલી દવા લેવા હાલમાં ગોધરા સિવિલ ખાતે જરૂરી ઇન્જેક્શનો જેવા કે સક્સેનાઈલ કાર્લીન, એટ્રેકયુરિયમ, બુપી વાકેઇન હેવી, લિગ્નોકેઇન, લૉરાઝેયાંમ વિગેરે જેવા મહત્વના ઇન્જેક્શનો તથા દવાઓ નહિ હોવાને કારણે સારવાર અર્થે આવતા દર્દીઓ પર બજારમાં પૈસા ખર્ચીને લેવા પડતા ગરીબ દર્દીઅો પર અાર્થીક બોજો પડે છે. દર્દીઓને સિવિલ ખાતે ડોક્ટર દ્વારા લખવામાં આવતી દવાઓ દર્દીઓને અમુક દવાઓ સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી જાય છે. જયારે અમુક દવાઓ નહિ હોવાને કારણે ખૂટતી દવાઓ મેડીકલ સ્ટોરમાંથી લાવવા સિવિલ દ્વારા ગાંધીનગર ખાતેની કચેરીમાંથી મંગાવવા જાણ કરી છે. ત્યારે ગરીબ દર્દીઅોને મફતમાં મળતી દવાઅો ન મળતાં બજારમાં પૈસાથી ખરીદવાની નોબત અાવી છે.
સરકારી ફંડમાંથી દવાની ખરીદી કરીએ છીએ
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને પૂરતી દવાઓ મળી રહે તેવું અમો પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. ખૂટતી દવાઓની માગ અમોએ ગાંધીનગર ખાતે જી.એમ.એસ.સી.એલ. વિભાગમાં માંગણી કરેલ છે જે ટૂંક સમયમાં હોસ્પિટલ ખાતે ખૂટતી દવા તથા ઇન્જેક્શનો આવી જશે અને હાલમાં પણ અમુક અત્યંત જરૂરિયાત વાળી દવાઓ તથા ઇન્જેક્શનો લોકલમાંથી સરકારી ફંડમાંથી ખરીદીને દર્દીઓને દવા પુરી પાડવામાં આવે છે. - ડો. કમલેશ પ્રસાદ, અારઅેમઅો, સિવિલ હોસ્પિટલ, ગોધરા
ટ્યૂબ બજારમાંથી ખરીદવાની ફરજ પડી રહી છે
મને શરીરમાં તકલીફ હોવાથી હું સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવુ છું જેથી ડોક્ટર દ્વારા મને સોફરોમાઈસીન નામની ટ્યુબ લખી આપે છે. પહેલા સમયસર આ ટ્યુબ મળી રહેતી હતી. પણ છેલ્લા 3 માસથી અા ટ્યુબ મને નથી મળી રહી. મેં ડોક્ટરને જણાવ્યું ત્યારે તેઓએ મને સોફરોમાઈસીનની જગ્યાએ બીજી ટ્યુબ લખી આપેલ હતી પણ મને તેનાથી આરામ પડતો નથી. સોફરોમાઈસીન ટ્યુબ બજારમાંથી ખરીદવાની ફરજ પડી રહી છે. - સિરાજભાઈ કલન્દર, સિવિલમાં સારવાર લઇ રહેલ દર્દી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.