ગોધરા ખાતે આઠમો પાટોત્સવ યોજાયો:શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે આઠમા પાટોત્સવની ઉજવણી કરાઈ; ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો

પંચમહાલ (ગોધરા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે આઠમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અને ગોધરા નગરજનોએ લ્હાવો લીધો હતો.

ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં શ્રી શક્તિનાથ મહાદેવ મંદિર આવેલું છે. જે સમગ્ર ગોધરા શહેરમાં એકમાત્ર સ્ફટિકનું શિવલિંગ ધરાવતું મહાદેવ મંદિર છે. જેના દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.

ત્યારે આજરોજ શક્તિનાથ મહાદેવ મંદિરના આઠમાં પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના સમયે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના યુગલ જોડાયા હતા અને વિધિવત પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહિત ગોધરા નગરજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...