ઈ-એફઆઈઆર અંગે મળ્યું માર્ગદર્શન:ગોધરા ખાતે ઇ-એફઆઇઆર અને સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો, એનએસએસ વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

પંચમહાલ (ગોધરા)21 દિવસ પહેલા
  • એનએસએસ વિભાગ દ્વારા ખાસ ડોક્યુમેન્ટરી રિસર્ચ ફિલ્મ પ્રોગ્રામનું પણ આયોજન કરાયું

ગોધરાની જાણીતી શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરા ખાતે એનએસએસ વિભાગ દ્વારા ખાસ પંચમહાલ પોલીસ વિભાગના સહયોગથી ઇ-એફઆઇઆર અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ગોધરાના એસ.પી હિમાંશુ સોલંકી એ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ખાસ મલ્ટીમીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એફઆઈઆર કઈ રીતે નોંધાવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું કોઈને પણ પોલીસ સ્ટેશનને જવું ના પડે એવા પોલીસના આ પ્રયાસને તેમણે બિરદાવતા કહ્યું હતું કે પોલીસ ખાતું હંમેશા સમાજની સેવા માટે તત્પર રહેતું હોય છે ડીવાયએસપી સી સી ખટાણા એ પણ પોતાની ટીમ વતી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓએ વિવિધ થીમ્સ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ જાતે બનાવેલી હતી
કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર એમ બી પટેલ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. લો કોલેજના અધ્યાપિકા ડો. કૃપા જયસ્વાલ એ વિદ્યાર્થીઓને ખાસ કાયદાકીય માહિતી ઉપરાંત મતદાન જાગૃતિ અંગે પણ માહિતી આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થીઓએ કોલેજ વતી નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પમાં દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે નેશનલ લેવલે ભાગ લીધો હતો આવા કુલ સાત વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં જયશ્રીબેન પરમાર, કિશન ગીરી ગોસ્વામી, ગંગા માવર, પટેલ સોનાલી, રાહુલ દંતાણી, નિતેશ વિનોદ અને જયરાજ રાણાને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગત વર્ષ 2021-22 માં એનએસએસ વિભાગ દ્વારા ખાસ ડોક્યુમેન્ટરી રિસર્ચ ફિલ્મ પ્રોગ્રામનું પણ આયોજન કરાયું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓએ વિવિધ થીમ્સ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ જાતે બનાવેલી હતી.

દરેકને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા
આ ફિલ્મ્સને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની youtube ચેનલ પર વાઈસ ચાન્સેલરના આદેશ અનુસાર અપલોડ કરાઈ હતી જે ખૂબ જ લોકપ્રિય બની છે. તેમાં રેડક્રોસ ગોધરા બાય ધ્રુવી જોશી, મહાકાલી મંદિર બાઈ પ્રાચી દીક્ષિત, એન્ડ નૂરજહાં, મકાઈ સંશોધન કેન્દ્ર બાય યુવરાજ રાવલજી એન્ડ નીલ વરીયા, ડિસટીક લાઇબ્રેરી બાય વૈભવી સોલંકી, એસપીટી કોલેજ બાય દિવ્યા રાઠવા ઉપરાંત પંચમહાલ પોલીસ બાય હિતેન્દ્ર જાદવ જીગર જોશી એન્ડ દક્ષેશ રાણા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ દરેકને પણ સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ એન નાકર નું તેમના સુંદર કાર્ય માટે વરદાન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ મેહુલ ચાંપાનેરિયા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા
સમગ્ર પ્રોગ્રામનું પ્રસંગિક સંચાલન ટીવાય બીએ ની વિદ્યાર્થીની અનુષ્કા પરમારે કર્યું હતું જ્યારે આભાર વિધિ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને પીટીઆઈ હંસાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકઓમાં ડો. સુરેશ ચૌધરી, ડો આરસી વ્યાસ, ડો. વિપુલ કોટડીયા ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ એન નાકર અને હંસાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...