જે.કે સૂપર સિમેન્ટ કંપની પહેલ:ટ્રાફિક જામની સમસ્યાઓને કારણે નાના મોટા સર્જાય છે અકસ્માતો, કંપનીએ પંચમહાલ જીલ્લા પોલીસને બેરીકેટ અપયા

પંચમહાલ (ગોધરા)2 દિવસ પહેલા

બાલાશિનોર ખાતે આવેલી જેકે સુપર સિમેન્ટ કંપની દ્વારા પોલીસ વિભાગને બેરીકેટ આપવામા આવ્યા હતા. તેમા પંચમહાલ જીલ્લા પોલીસને પણ બેરીકેટ આપવામા આવ્યા હતા. જે પોલીસ વિભાગ માટે ઉપયોગી થઇ પડે છે.

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલ ટ્રાફિક જામની સમસ્યાઓને કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે. માટે શહેરમાં વધતી જતી ટ્રાફિક જામની સમસ્યાઓને કારણે પોલીસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ ટ્રાફિક જામના નિવારણ માટે બાલાસિનોર સ્થિત જે.કે સુપર સિમેન્ટના સૌજન્યથી ગોધરા તાલુકા પોલીસ મથકે 10 જેટલા બેરીકેટ આપવામાં આવ્યા હતા અને ગોધરા તાલુકા પોલીસ મથક સિવાય પણ શહેરા, વિરપુર, કડાણા, સુખસર, લીમડી, દાહોદ, દેવગઢ બારીયા, બોડેલી, કવાટ હાલોલ સહિતના પોલીસ મથકમાં પણ 70 જેટલા બેરીકેટ ટ્રાફિકના નિવારણ માટે જે કે સુપર સિમેન્ટની ટીમ દ્વારા આપવામાં આવશે. આ માટે ગોધરા તાલુકા પોલીસ મથકના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન પર્વતસિંહે જે.કે સુપર સિમેન્ટની ટીમનો આભાર માન્યો હતો.

બાલાસિનોર ખાતે આવેલ જે.કે સુપર સિમેન્ટના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ટીમના ઉજ્જવલ દેસાઈ ગોધરા આઈડિયા મેનેજર તાહીર બેલીમે પોલીસ પ્રશાસનનો આભાર માન્યો. ગોધરા તાલુકા પોલીસ મથકે જે.કે સુપર સિમેન્ટના સૌજન્યથી બાલાસિનોરના બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ટીમના ઉજ્જવલ દેસાઈ અને ગોધરા આઈડિયા મેનેજર તાહીર બેલીમે આજરોજ સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ગોધરામાં ટ્રાફિકની સમસ્યાને કારણે 10 જેટલા બેરીકેટ ગોધરા તાલુકા પોલીસ મથકે આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...