14 માર્ચથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે સીમલીયાની પ્રકાશ માધ્યમિક ઉમા વિદ્યાલયમાં ધો. 12માં આર્ટ્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અકસ્માતને કારણે પગે ફ્રેક્ચર થતા પ્રથમ પેપર ચુકી જવા પામેલ છે.
સીમલીયા ખાતે પ્રકાશ માધ્યમિક ઉમા વિદ્યાલયમાં ધો. 12 આર્ટ્સની વિદ્યાર્થીની સોલંકી રમીલાબેન શિવસિંહને ગત મહિને ઘરે જતી વખતે ચાલુ રિક્ષામાં પડી ગઇ હતી. જેમાં ડાબા પગે ફ્રેક્ચર થતા ગોધરા સિવિલ ખાતે દાખલ કરેલ હતા. ત્યાં સિવિલ ના અોર્થોપેડીક ડોક્ટર મિકિર સોનીએ ઓપરેશન કર્યું હતું. જે સારવાર બે માસથી વધુ ચાલતી હોવાથી હાલમાં આ વિદ્યાર્થીની ચાલી નહિ શકવાને કારણે પરીક્ષાનું પ્રથમ પેપર ચુકી જતા પરિવારજનો ચિંતિત બન્યા છે અને હવે અગાઉના દિવસોમાં બાકીના પેપરોનું શું કરવાનું તેની ચિતા તેઓને સતાવી રહી છે.
બુધવારના રોજ વિદ્યાર્થીનીના પરિવારના સદસ્યો તેમને લઈને ગોધરા સિવિલ ખાતે આવી પહોચ્યા હતા. ડોક્ટરને સમગ્ર હકીકત જણાવેલ હતી. વિદ્યાર્થીની હજુ સ્વસ્થ થવા પામેલ ના હોવાને કારણે પરીક્ષા આપી શકે તે સ્થતિમાં નથી જેને લઈને સિવિલ હોસ્પિટલના અોર્થોપેડીક ડોક્ટર દ્વારા તેમને મેડિકલ રિપોર્ટ બનાવી આપવામાં આવેલ હતો અને શાળામાં તે આપી દેવા માટે જણાવેલ હતું. ત્યારે શાળા શીક્ષકે જણાવ્યું હતું કે અમો એ પરીક્ષા અગાઉ આ વિદ્યાર્થીનીના ઘરે જઈને જાણ કરેલ હતી.
વિદ્યાર્થીનીને રિસીપ્ટ પણ આપેલ હતી. પણ આજે વિદ્યાર્થીની પ્રથમ પેપરમાં ગેરહાજર રહેતા પ્રથમ પેપર ચુકી જવા પામેલ છે હવે આગળની સ્થતિ શું તેને લઈને વિર્ધાર્થીની અને પરિવારજનો ઘણા ચિંતિત દેખાતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.