ગોધરા શહેરમાં રખડતા શ્વાનનો હુમલો ફરી એક વાર રખડતા શ્વાનને લોકોને શિકાર બનાવ્યા હતા. ગોધરાના વોર્ડ નંબર 10 માં રખડતા શ્વાનને ઘર આંગણે રમી રહેલા બાળક ઉપર ચારથી પાંચ શ્વાને હુમલો કર્યો હતો અને બાળકને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. જેના કારણે બાળક પોતાનો જીવ બચાવી ભાગ્યો હતો અને એટલામાં પરિવારના સભ્યો આવી જતાં બાળકનો આબાદ બચાવ થયો હતો.
ગોધરાના વોર્ડ નંબર 10 આવેલ સલામત સોસાયટીમાં એક બાળક રમી રહ્યો હતો. ત્યારે ચાર થી પાંચ શ્વાસને બાળકને ઘેરી લીધા હતા અને બચકા ભરવા કોશિશ કરી રહ્યા હતા. પરંતુ બાળક પોતાની ચતુરાઈથી શ્વાન પાસેથી ભાગી ગયા હતા એટલામાં પરિવાર લોકો આવી જતાં બાળકનો બચાવ થયો હતો.
ગોધરાના વોર્ડ નંબર 10 આવેલ સોસાયટીમાં એક બાળક ઉપર ચારથી પાંચ શ્વાનને હુમલા કર્યાનો વિડિયો સામે આવ્યો છે. ત્યારે છોકરાના દાદા હુસેન ભાઈ ખાતુડાએ જણાવ્યું હતું કે, છોકરો સ્કૂલમાંથી આવી ઘર આંગણે સાયકલ લઈ રમી રહ્યો હતો. ત્યારે છ થી સાત કૂતરાઓ દોડી આવ્યા હતા, જેથી મારો પૌત્ર સાયકલ મૂકી ભાગી આવ્યો હતો. ત્યારે કૂતરાઓ પણ મારા પૌત્ર પાછળ બચકા ભરવા દોડ્યા હતા પણ દરવાજાનો ગેટ ખુલ્લો હોવાથી મારો પૌત્ર ઘરમાં ઘૂસી ગયો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. આ બાબતે ગોધરા નગરપાલિકાના પ્રમુખને ફોન કરી જણાવ્યું હતું કે, અમારા સોસાયટીમાં ગઈકાલે રાત્રે કોઈ કૂતરાઓ છોડી ગયા છે. તો આ બાબતે કંઈ કરો ત્યારે પાલિકા પ્રમુખએ જણાવ્યું હતું કે, આ બાબતે મારે સાહેબને પૂછવું પડશે અને અમારી પાસે આવી કોઈ જોગવાઈ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.