ભાસ્કર વિશેષ:ગોધરાના ગણેશ વિસર્જનમાં ડીજેના રૂ.1 કરોડથી વધુ ચૂકવાયા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ગણેશ વિસર્જનમાં ડીજેના તાલે નાચતા ગણેશ મંડળના સભ્યો. - Divya Bhaskar
ગોધરાના ગણેશ વિસર્જનમાં ડીજેના તાલે નાચતા ગણેશ મંડળના સભ્યો.
  • અગાઉ ઢોલના રૂ.20 હજાર જેટલા ખર્ચ સામે 1 ડીજેના રૂ.60 હજારનો ખર્ચ
  • 85 જેટલા ગણેશ મંડળોએ રૂ.51 હજારથી રૂ.1.50 લાખ સુધીના ડીજે લાઇટિંગ તેમજ લેસર લાઇટ મંગાવ્યા હતાં

ગોધરા શહેરમાં ગણેશ મહોત્સવમાં નાના ભુલકાઅોથી લઇને યુવક- યુવતીઅો નાચ ગાન સાથે રંગેચગે ઉજવણે છે. પાચ દિવસનું અતિથ્થય માણ્યા બાદ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામા અાવે છે. ત્યારે વિસર્જનમાં ડીજે ના તાલે નાચવા ગણેશ મંડળો રૂા.51 હજારથી લઇને રૂા.1.50 લાખ સુધીનો ખર્ચ કરીને મહોત્સવની ઉજવણી કરી હતી. શહેરમાં પંડાલથી રામ સાગર તળાવ સુધી જવાના મંડળો રૂા.35 થી રૂા 60 હજાર સુધીના ચુકવ્યા છે. જયારે ગણેશ વિસર્જન યાત્રામાં ડીજે સાથે જનરેટર સાથે બે વાહનમાં મંડળો ગણેશ પ્રતિમા સાથે જોડાય છે.

અા વખતે મોટા ભાગના ડીજે વડોદરાના હોવાનું જાણવા મળી રહ્યું છે. 85 જેટલા મંડળોઅે રૂા.51 હજારથી લઇને રૂા.1.50 લાખ રૂપીયા સુધીના ડીજે લાઇટીંગ તેમજ લેસર લાઇટ સાથેના મંગાવીને યાત્રામાં મન મુકીને નાચ્યા હતા. વિસર્જન યાત્રામાં ડીજેના ધમાકેદાર અવાજથી કેટલીક જગ્યાઅે જુના મકાનનો છત તથા દિવાલ પરથી પોપડા પડવાની ધટનાઅો પણ બની હતી.

અેક સમયે મોચીવાડ પાસે મોટા અવાઝના ડીજે બંધ કરવાની નોબત અાવી હતી. ત્યારે ગોધરામાં ગણેશ મંડળો અે રૂપીયા અેક કરોડથી વધુ ડીજે સંચાલકોને ચુકવ્યા છે. અગાઉ યાત્રામાં રતલામી ઢોલનું ચલણ હતુ. પરંતુ જેમ જેમ સગીતના વિવિધ સાધનો અાવતાં હવે વિસર્જન યાત્રામાં જોરદાર અવાઝ કરતાં ડીજે ધમધમતંા હાર્ટની બિમારી વાળા વ્યક્તિઅો સલામત સ્થળે જતાં રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...