• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • Dive Into Photography With Mother, Daughter, Wife, Daughter in law And Scientific Researcher; A Unique Story Of A Woman With A Studio In Godhra, Anand

પ્રોફેશનલ જોબની સાથે સાથે પેશનને પણ સાકાર કર્યું:માતા, દીકરી, પત્ની, પુત્રવધૂ અને સાયન્ટિફિક રિસર્ચરની સાથે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું; ગોધરા, આણંદમાં સ્ટુડિયો ધરાવતી મહિલાની અનોખી કહાની

પંચમહાલ (ગોધરા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અર્થાત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાની શક્તિને ઉજાગર કરવા, તેની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા આ દિવસ ઉજવાય છે. સ્ત્રીએ ઘણા બધા ગુણોથી અલંકૃત છે. જ્યારે એ સહનશીલ છે તો અવની છે, ક્રોધિત છે તો અગ્નિ છે. સ્ત્રીએ આ પૃથ્વી ઉપર માતા, પત્ની, ભગની, દીકરીના પાત્ર સ્વરૂપે આપણી સમક્ષ તેના કર્તવ્યોનું પાલન કરે છે. માટે જ તેના વિશે સુંદર વાક્ય કહેવાયું છે 'નારી તું નારા નારાયણી...'

બેબી ફોટોગ્રાફી કળામાં નામના મેળવી
આજે મહિલા દિવસ છે. આજના દિવસે મહિલાઓનો સન્માન કરવાનો દિવસ છે. સમાજમાં એવી પણ મહિલાઓ છે કે જેઓ અલગ અલગ ક્ષેત્ર પોતાની નામના મેળવી છે. ત્યારે ગોધરા શહેરના એક મહિલા પોતે પ્રોફેશનલ જોબ તો કરે છે, પણ સાથે સાથે બેબી ફોટોગ્રાફી કળામાં નામના મેળવી છે. ગોધરા અને આણંદમાં પોતાના સ્ટુડિયો ચલાવે છે. તેમના સ્ટુડિયોમાં બેબી ફોટોગ્રાફી માટે ઘણા લોકો આવે છે અને પોતાના સંભારણા સાચવતા હોય છે, આ આવો મળીએ આપણ ડૉ.હિરલ સોની વિશે...

દરેક સ્ત્રી માટે માતૃત્વ જીવન બદલાવને તબક્કો હોય છે, દરેક સ્ત્રીને માતૃત્વની હર પળને જીવનભર સંગ્રહી રાખી વાગોળવી હોય છે. આવા માતૃત્વથી લઈને નવજાત શિશુ તથા બાળકનો હર માઈલસ્ટોનને ક્રિએટિવિટી ફોટોગ્રાફ કરી યાદગાર બનાવવાની શૈલી ગોધરાના ડૉ.હિરલ સોની ધરાવે છે. તેઓ માતા, દીકરી, પત્ની, પુત્રવધુ અને સાયન્ટીફિક રિસચર તરીકે ભૂમિકા ભજવે છે. પતિ અને પરિવારજનોનો સાથના લીધે સારી ભૂમિકા કુશળતાથી નિભાવી રહ્યા છે. તેમને Phdની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરેલી છે.

ઘરે બેસી સ્ટાર્ટઅપ શરૂ કર્યો
પોતાના બેબી ફોટોગ્રાફી હિરલ નામના સ્ટાર્ટઅપથી ઘરે બેસીને કામ કરતી ઘણી મહિલાઓને બાળકોના કપડા અને અંતર ગુંથણના ડેકોરેટિવ આઈટમ્સ બનાવવા માટે પ્રોત્સાહિત કરી રોજગાર પૂરો પાડે છે. તેઓ સ્ત્રીઓને મનપસંદ કામ આત્મવિશ્વાસ અને પરિશ્રમ કરી આર્થિક સ્વતંત્રતાના સ્વપ્નનો સાકાર કરવા પ્રેરે છે.

બેબી સાથે પ્રેગનેટ વુમન, સહિતના લોકોની ફોટોગ્રાફી કરે છે
ડૉ.હીરલ સોનીએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, હું સાયન્ટીફ જોબ કરુ છું અને બેબી ફોટોગ્રાફીનું પ્રોફેશનલ કામ કરી રહી છું. ગોધરા અને આણંદમાં મારો સ્ટુડીયો ચાલી રહ્યો છું. બાળકોને હું કેવી રીતે સંભાળી શકુ તેની મને ખબર છે સાથે સાથે હું એક માતા પણ છું. જેથી હું સારી રીતે તેને સંભાંળી શકુ છું. કોવીડ શરૂ થયુ તે સમયે મારે પાસે પોતાનું બેબી હતુ, તેનાથી મેં જર્ની શરુ કરી. હું ફોટો સોશિયલ મિડિયામાં અપલોડ કરતી ગઈ અને મને સારો રિવ્યુ મળ્યો, મારા ઘણા સગાસબંધીના બેબીઓના પણ ફોટા પાડવા લાગી ધીરેધીરે મને સફળતા મળતી રહી. તેઓ વધુમાં જણાવે છે કે, તેઓ નાના બેબી સાથે સાથે, પ્રેગનેટ વુમન, સહિતના લોકોની ફોટોગ્રાફી કરે છે. ઘણી બધી વુમન પાસે કોઈ આર્ટ હોય છે, સારી કળા હોવા છતાં તેઓ બહાર નથી નીકળી સકતા. પણ મારી ટીમમાં ઘણી એવી મહિલાઓ છે. જેઓ સારી રીતે શીખી શક્યા છે. જે ખરેખર વુમન એમ્પાવરમેન્ટ છે.

અન્ય સમાચારો પણ છે...