'વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ-02':જિલ્લા સેવાસદન ગોધરા ખાતે બેઠક યોજાઈ; રૂ. 31.55 કરોડના કુલ 468 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

પંચમહાલ (ગોધરા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા સેવાસદન ગોધરા ખાતે કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ-02 કાર્યક્રમ સંદર્ભે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

468 વિકાસ કાર્યોના જિલ્લા કક્ષાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પંચામૃત ડેરીની બાજુમાં રામજી મંદિર સભાસ્થળ ખાતેથી વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ 21 ઓક્ટોબરના રોજ પંચમહાલ જિલ્લાના વિવિધ વિભાગોના રૂ. 31.55 કરોડના કુલ 468 વિકાસ કાર્યોના જિલ્લા કક્ષાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

કરોડોના કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે
વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ-02 કાર્યક્રમ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પંચાયત વિભાગના કુલ 63 કામોના રૂ. 1.21 કરોડ, ગ્રામીણ વિકાસ અંતર્ગત કુલ 17 કામોના રૂ. 41 લાખ 50 હજાર, મનરેગા અંતર્ગત કુલ 10 કામોના રૂ. 4.90 કરોડ, આદિજાતિ વિકાસના કુલ 15 કામોના રૂ. 36 લાખ 50 હજાર, પંચાયત હસ્તક રોડ અને બિલ્ડિંગ વિભાગના કુલ 08 કામોના રૂ. 6 કરોડ 87 લાખ, રાજ્ય હસ્તક રોડ અને બિલ્ડિંગ વિભાગના કુલ 01 કામના રૂ. 5 કરોડ 76 લાખ, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની જોગવાઈઓ અંતર્ગત કુલ 349 કામોના રૂ. 8 કરોડ 31 હજાર, અન્ન નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન અંતર્ગત કુલ 01 કામના રૂ. 2 કરોડ 98 લાખ, આરોગ્ય વિભાગ હેઠળ કુલ 04 પી.એચ.સીના રૂ. 01 કરોડ. આમ, કુલ મળીને 468 વિકાસના કાર્યોનું રૂ. 31.55 કરોડના ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રૂ. 21.22 કરોડના કુલ 402 કાર્યોનું ખાતમુર્હુત અને રૂ. 10.33 કરોડના કુલ 66 કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમ અન્વયે જિલ્લા સેવા સદન ગોધરા, કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના સંબંધીત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રા ફેઝ-02ના સુચારુ આયોજન અંગેની ઉપસ્થિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને સલાહ સૂચનો કર્યા હતાં. તેમજ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ગોઠવવા ઉપર ભાર મુક્યો હતો. આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા સહિત જિલ્લા અને તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...