કામગીરી સામે સવાલ:ટીંબા ગામના સબ સ્ટેશનમાંથી વીજપુરવઠો ખોરવાતા પરેશાની

ગોધરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • MGVCLની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠ્યા
  • ઠેર ઠેર વેલા અને ઝાડીઓથી વીજપોલ પર ઢંકાયેલા જોવા મળ્યા

ગોધરા તાલુકાના પશ્ચિમ વિસ્તારના નદીસર, જૂની ધરી, ખજૂરી, કબીરપુર, નવા નદીસર, છાપરિયા સહિતના ગામો છેલ્લા એક વર્ષથી વીજ સમસ્યાને લઈને આ તરફના નાગરિકો સહિત ખેડુતો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ગામોમાં વીજ પુરવઠો ટીંબાગામ 66 કે.વી સબ સ્ટેશનમાથી આવે છે. દર વર્ષે એમ.જી.વી.સી.એલ દ્વારા ઉનાળામાં પ્રી-મોન્સુન કામગીરીના ઓથા હેઠળ વીજ પુરવઠો બંધ કરીને વિવિધ કામગીરી કરવામાં આવે છે. પરંતુ વરસાદ પડતાં કે સામાન્ય પવનમાં પણ કલાકો સુધી લાઇટો બંધ રહે છે.

ત્યારે પ્રિ મોન્સુન કામગીરી પર સવાલ ઉપસ્થિત થાય છે. ત્યારે હાલ ચોમાસામાં પણ ઠેર ઠેર વીજ લાઈન પર ઝાડ પાનના વેલા અને ઝાડીઓ વિટાઈ ગયેલ જોવા મળી રહી છે. જેને કારણે વારંવાર વિજપ્રવાહ ખોરવાઇ જાય છે. જેને કારણે નાગરીકો તથા ખેડુતો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જેને લઇને એમ.જી.વી.સી.એલની કામગીરી સામે લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક સ્પેશિયલ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં જરૂરી સમારકામ કરી વિક્ષેપ વગર જ્યોતિગ્રામ અને ખેતી ક્ષેત્રે વીજ પુરવઠો મળી રહે તેવી વીજ ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે કામગીરી નહિ કરાય તો આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...