કામગીરી પર સવાલ:ગોધરા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી છતાં 10 વિસ્તારોમાં તો પાણી ભરાશે જ

ગોધરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ગટરની સફાઇ કરીને કામ પૂર્ણ કર્યાનો સંતોષ પ્રજાને નડશે

લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુની પાછળ રૂપિયાનું આંધણ કરતી ગોધરા પાલિકા 10 વિસ્તારોમાં 10 મીમી વરસાદ પડે તો નાની ગટરો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ઘુંટણ સમા પાણી ભરાઇ જાય છે. તેનો નિકાલ ન કરતાં આગામી ચોમાસામાં દર વર્ષની જેમ વરસાદી પાણી ભરા શે. ગોધરા શહેરમાં ચોમાસાની સિઝનમાં સરેરાશ 800 મીમી જેટલો વરસાદ નોધાય છે. ત્યારે ચાલુ વર્ષે ચોમાસા પહેલા નગર પાલીકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં નવીન રોડ પણ બના વ્યા છે.

પણ પાલીકા દ્વારા શહેરના 10 થી વધુ વિસ્તારમાં થોડોક જ વરસાદ પણ પડે તો પણ તળાવો સર્જાઇ જાય છે. તેવા વિસ્તારોમાં યોગ્ય કામગીરી કરી નથી ગોધરાના શહેરા ભાગોળ, અંકલેશ્વર મહાદેર રોડ વિસ્તાર, ખાડી ફળીયા, વલ્લભ પાર્ક સોસાયટી, ભુરાવાવ ચોકડીથી ફાટર રોડ, યોગેશ્વર સોસાયટી વિસ્તાર, સિદુરી માતા વિસ્તાર, કલેકટર કચેરી પાસે, પાંજરાપોળ ઉન્નતી સ્કુલ સામે, શ્રીજી નગર સ્વામીનારાયણ નગર સહિતના પશ્ચિમ વિસ્તારોમાં નાની ગટરો અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી થોડા જ વરસાદમાં પાણી ધુંટણ સમા ભરાઇ જાય છે.

પ્રિમોન્સુનની કામગીરીમાં લાખોનો ખર્ચ અને નવીન રસ્તાઅો બનાવમાં કરોડો નો ખર્ચ કરતી પાલીકા 10 વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ પાછળ નાણાં ન ખર્ચતાં અાગામી ચોમાસામંા દર વર્ષની જેમ વરસાદી પાણી ભરાશે. પાલીકા દ્વારા અકલેશ્વર મહાદેવ રોડ પર નવીર રોડ અને ગટરની સુવિધા કરી છે. પરંતુ તાજેતરમાં પાણી પાઇપ લાઇન લીકેજ થતાં પાણીનો ઝડપથી નિકાલ ન થતાં વિસ્તારમાં ઘુંટણ સમા પાણી ભરાતા વિસ્તારમાં ગટરની કામગીરી પર સવાલ ઉઠયા હતા.

પાલીકા દ્વારા વરસાદી પાણી ભરાતાં વિસ્તારમાં અાગોતરૂ અાયોજન કરીને વરસાદી પાણીના નિકાલ કરે તો અાવનારી ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડે તો સ્થાનીકો ના મકાન અને દુકાનમાં પાણી ભરાઇને થતાં નુકસાનીથી બચી શકાય તેમ છે.જયારે ગોધરા શહેરના પશ્ચીમ વિસ્તારોમાં ગટરના ઢાંકણાઅો ન હોવાથી અાગામી ચોમાસામાં દુર્ધટના સર્જાઇ શકે તેમ છે.

નાની ગટરો હોવાથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતો નથી
અાગામી ચોમાસાને લઇને પ્રિમોન્સુન કામગીરી 60 ટકા જેટલી પુર્ણ થઇ ગઇ છે. ગોધરાના અમુક વિસ્તારોમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઇ જાય છે. તેવા વિસ્તારની ગટરો સાફ કરી દીધી છે. પણ નવીન બાંધકામ અને નાની ગટરો હોવાથી વરસાદી પાણીનો ઝડપથી નીકાલ થતો નથી. - દિનેશ કામોલ, પવડી વિભાગ, પાલીકા

અન્ય સમાચારો પણ છે...