જામીન નામંજૂર:પેટ્રોલપંપ સાથે 39 લાખની છેતરપિંડીમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ગઠિયાઅે વેટના બોગસ ચલણ બનાવીને છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઇ હતી
  • બેંકના ખોટા સિક્કા બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરી સેલટેક્ષમાં જમા કરાવી છેતર્યા હતાં

મહિસાગર જિલ્લાના મલેકપુર ગામે અાવેલ શ્રી શિવ શક્તિ કીશાન સેવા કેન્દ્ર નામનો પેટ્રોલ પંપના ભરવા પાત્ર વેટ તથા જીઅેસટી માટે સલાહકાર તરીકે ગોધરાના અર્મી અાર્કેટમાં અાવેલ અેસ.અેસ.અેસોસીઅેટના સમ્રાટ નગરમાં રહેતા કન્સલટન્ટ વકીલ ઉમેશભાઇ વિનોદભાઇ સુથાર તથા તેમની અોફીસમંા કામ કરતો અંકુર સ્કુલની સામે અાવેલ શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ બાલુભાઇ સોની(સબલ)ને સોપી હતી. પેટ્રોલપંપના માલીક દ્વારા વેટના ભરેલા 26 ચલણો સેલટેક્ષની અોફિસમાં રજુ કરતાં ચલણ વેરીફીકેશન થયા ન હતા.

જેની તપાસ કરતાં ચલણ પર બેંકના ખોટા સિક્કા મારેલા હોવાથી ટ્રેઝરી અોફિસમાં નાણાં જમા થયા ન હતા. કન્સલટ વકીલ ઉમેશભાઇ વીનોદભાઇ સુથાર તથા મહેન્દ્રભાઇ બાલુભાઇ સોની(સબલ)અે વેટના કુલ રૂા.39,52,285 સેલટેક્ષમાં જમા નહિ કરાવીને ખોટા ચલણ બનાવીને બેંકના ખોટા સિક્કા કરીને ખોટા ચલણો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરી સેલટેક્ષ અોફિસમાં જમા કરાવીને પેટ્રોલપંપના માલિક તથા સરકારના સેલટેક્ષ વિભાગ સાથે છેતરપીડીં તથા વિશ્વાસધાત કર્યો હોવાથી ફરીયાદ ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે નોધાઇ હતી.

39 લાખ રૂપિયા ની છેતરપિંડી ની ફરિયાદનો આરોપી મહેન્દ્રભાઈ સોનીએ પંચમહાલ જિલ્લાના સેન્સસ જજ જે.સી.દોશીની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજીની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની દલીલો તથા પોલીસ તપાસના કાગળોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્રભાઈ સોનીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...