રજૂઆત:નદીસરમાં મનરેગાના કામોની તપાસ કરીને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા માગ

ગોધરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
  • પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરાઈ હતી

ગોધરા તાલુકાના નદીસર ગામના ગ્રામજન દ્વારા પોલીસ અધિક્ષકને નદીસર ગ્રામ પંચાયતમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવાની લેખિત રજૂઆત કરી હતી. આક્ષેપ કરતા રજૂઆતમાં જણાવ્યું કે નદીસર ગામમાં મનરેગા યોજનામાં ગ્રામ પંચાયતનાં કર્મચારીઓ દ્વારા કૌભાંડ આચરવા આક્ષેપ સાથે કરીને કરેલી રજૂઆતની આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તમામ નીતિ નિયમો તથા રજૂઆતોનું ઉલ્લંઘન કરીને મસ્ટરોનાં નાણાં ચૂકવી દીધા છે.

હાલમાં જે કામો માટે મસ્ટરોમાં લાખો રૂપિયા ચૂકવી દીધા હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. તેમાં નદીસર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ મસ્ટરોના નાણાં ચૂકવી દીધા છે. પરંતુ હાલમાં આ તમામ સ્થળો પર કોઈ પણ પ્રકારનું કામ થયું નાં હોવાનો અને ચાલતું ના હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. આની સામે જરૂરી કાર્યવાહી કરવાની ગ્રામજનો દ્વારા માગ કરવામાં આવી છે. જો રજૂઆત મામલે કસૂરવારો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...