પાણીની સમસ્યા:ગોધરાના 10થી વધુ ગામોમાં પીવાના પાણીની તકલીફ પડતાં ટેન્કરની માગ

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યે તાલુકાના સરપંચ સાથે બેઠક કરીને પીવાના પાણીની સમસ્યાની ચર્ચા કરી

અાકરા ઉનાળામાં ગોધરા તાલુકાના 105 ગામમાં પીવાના પાણી, નલ સે જળ, જૂથ યોજના તથા હેન્ડપંપને લગતી સમસ્યાઅોના નિરાકણ લાવવવા ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીઅે બીઅારજી ભવનમાં પાણી પુરવઠા, પ્રાન્ત અધિકારી, વાસ્મો તથા તાલુકાના સરપંચ તેમજ ગામના નિમાયેલા વહીવટદારો સાથે બેઠક કરી હતી. તાલુકાના રામપુરા, કલ્યાણા, અસાયડી, રાયસીંગ, હરકુંડી, વિઝોલ, બખ્ખર, ભલાણીયા, કોટડા, પીપળીયા, ભામૈયા, વાસીયા ગામના ફળીયાઅોમાં પીવાનું પાણી પહોચતું ન હોવાનું ગામના સરપંચોઅે જણાવીને ટેન્કરની માંગણી કરી હતી.

ગામમાં હેન્ડપંપ બગડી ગયા છે. સાથે ચાલતી હેન્ડપંપ તથા કુવાના પાણીના સ્તર ઉડાં ઉતરી ગયા છે. બેઠકમાં તમામ સરપંચોને સોમવાર સુધી ગોધરા ટીડીઓને ટેન્કરની જરૂરીયાત હોય તેવા ગામ તથા ફળીયાના નામ સાથે અાપવા જણાવ્યું હતું. તાલુકાના ગામોમાં પાનમ સાથે અમુક ગામમાં નર્મદાનું પાણી અાવતા કેટલાક ગામમાં પીવાનું પાણી 4 દિવસે અેક વાર પાણી અાવતું હોવાની સરપંચે રજુઅાત કરી ગામમાં ટેન્કરથી પાણી પહોચાડવાની માંગ સરપંચોઅે કરી હતી. ગોધરા ટીડીઅો પાસે સરપંચો પાસેથી ટેન્કર મોકલવાની યાદી બન્યા બાદ કલેકટર પાસેથી ધારાસભ્ય મંજુરી લીધા બાદ ટેન્ડર પક્રિયા કરીને ટેન્કરથી પીવાના પાણી પહોચાડવામાં અાવશે.

5921 હેન્ડપંપ પણ પાણી ઊંડા ઉતરતાં બંધ અથવા બગડી ગયા
ગોધરા તાલુકાના ગામમા પાણી પુરવઠાના 5921 હેન્ડપંપ કાર્યરત છે. પણ ઉનાળામાં હેન્ડપંપના પાણી ઉડાં ઉતરી જતાં બંધ તેમજ બગડી પણ ગયા છે. તેને રીપેરીંગ કરવાની માંગ સરપંચોઅે કરી હતી. સાથે પંચાયતના હેન્ડપંપ રીપેરીંગ પાણી પુરવઠા વીભાગ કરે તો ગામમાં પાણી સમસ્યા હલ થઇ શકે છે.તેમજ ગામમાં નલ સે જળ યોજનાની કામગીરીમાં ગામમાં કેટલાક ધર રહી ગયા છે. તેમને કનેકશન અાપવા તથા યોગ્ય ઉડાઇઅે પાઇપ નાખવી જેથી લીકેજ કે અન્ય સમસ્યાથી ઉદભવે નહિ તેવી રજુઅાત હાજર પાણી પુરવઠા અધિકારીને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...