માગ:ગોધરા, વાવડી બુઝર્ગ તથા જાફરાબાદમાં કરેલ અનધિકૃત બાંધકામ દૂર કરવા માગ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદથી સોસાયટી સહિત વિસ્તારોમાં પાણી ભરાતાં મોટું નુકસાન થયું : કોંગ્રેસ
  • વરસાદી પાણીના નિકાલ થતાં નાળા પરના દબાણ દૂર કરવાની કલેકટરને રજૂઅાત

ગોધરા શહેર, વાવડી બુઝર્ગ, જાફરાબાદ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ભારે વરસાદ થતાં વરસાદી પાણી સોસાયટીઅો, મુખ્યમાર્ગ, શોપીંગ સેન્ટરો, દુકાનો સહિત રહેણાંક મકાનોમાં ભરાઇ ગયા હતા. જેથી નાગરીકોને ભારે નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભારે વરસાદને કારણે ખાડી ફળીયા, ગોન્દ્રા, સિગ્રનલ ફળીયા, મેસ્લીમ સોસાયટી, દડી કોલોની, ભુરાવવા સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે લોકોને દુખી અને ચિતિંત બન્યા હતા. ગોધરા શહેર, વાવડી બુઝર્ગ તથા જાફરાબાદ સહીતના વિસ્તારોમાં નવા બાંધકામ સાથે અનધિકૃત બાંધકામ, દબાણ, પાણીના નિકાલના સ્થળો, નાળાઅો, ઉપર ગેરકાયદેસર બાંધકામને કારણે પાણીનો નિકાલ ન થયો હોવાની જિલ્લા કોગ્રેસે રજુઅાત કલેકટરને કરી હતી.

અને રજુઅાતમંા જણાવેલ કે ગોધરા શહેરની અાસપાસના બાયપાસના રોડનુ લેવલ ઉચું હોવાથી પાણી નીકળી જવાની વ્યવસ્થાને અસર થયેલ છે. કુદરતી પાણીના નિકાલની જગ્યાઅે દબાણ થયેલ છે. તેને કારણે ગંભીર પરિસ્થીતિનું નિર્માણ થયું છે. જેથી ગેરકાયદેસર બાંધકામો, દબાણો દુર કરીને કુદરતી વરસાદી પાણીના વર્ષો જુના નિકાલ માટેના વિવિધ નાળાઅો ઉપર તાત્કાલીક તપાસ કરી જાન માલનું નુકસાન અને પ્રાકૃર્તિક અાપદાને રોકવા ત્વરીત પંગલા ભરવા પંચમહાલ જિલ્લા કોગ્રેસના પ્રમુખ અજીતસિહ ભટ્ટીઅે જિલ્લા કલેકટરને લખિતમાં રજુઅાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...