માંગ:કડાણા ડેમના વધારાના પાણીને પાનમમાં ડાયવર્ટ કરવા શહેરા ધારાસભ્ય દ્વારા માંગ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઅાત કરી: પાનમ ડેમ 44% જ ભરાયો
  • કડાણા ડેમની ચિબોટા નદી અને રજાયતાનું કોતર જોડવામાં અાવે તો પાણી પાનમ ડેમમાં પહોંચે

ચોમાસાની સિઝનમાં પાનમ જળાશય વિસ્તાર તથા કેચેમન્ટ વિસ્તાર વરસાદ અોછો નોધાતા હાલ પાનમ ડેમ ફક્ત 44 ટકા ભરાયો છે. જેથી શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે રાજયના મુખ્યમંત્રીને લેખીત રજુઅાત કરી કે પાનમ જળાશય છેલ્લા 25 વર્ષથી 23 ટકા જેટલો ખાલી રહે છે.

જેથી પાનમ જળાશય પુર્ણ કક્ષાઅે ભરાય તેેટલું પાણી ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. પાનમ જળાશય નજીકના કડાણા જળાશયમાંથી છેલ્લા 25 વર્ષથી વધારાનું સરેરાશ 3399 અેમ.સી.અેન પાણી છોડી દેવામાં અાવે છે. અને પાનમ જળાથશની પુર્ણ ક્ષમતા 578 અેમ.સી.અેન છે. જો કડાણા ડેમમાંથી છોડી દેવાતું વધારાનું પાણી પાનમ જળાશયમાં ડાયવર્ટ કરવામાં અાવે તો પાનમમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો ઉપલબ્ધ થઇ શકે તેમ છે.

કડાણા જળાશયના વધારાના પાણીને પાનમ જળાશયમાં લાવવા પ્રથમ કડાણા જળાશયમાં મળતી ચીબોટા નદી અને પાનમ જળાશયમાં મળતું રજાવતા ગામ પાસેના કોતરને જોડવામાં અાવે તો કડાણાનું પાણી પાનમ જળાશયમાં લાવી શકાય તેમ છે. અામ કરવાથી પાનમ ડેમની તમામ યોજનાઅો માટે પુરતું પાણી મળી રહે, તેમજ રોજગારી તથા ભુગર્ભ જળસ્તર સહીતનો ફાયદો થઇ શકે તેમ હોવાથી બંને ડેમના જોડાણની પ્ર્રક્રીયા હાથ ધરવાની કાર્યવાહી કરવામાં અાવે તેવી ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે લેખિત ભલામણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...