ઓગસ્ટ-2020ના અરસામાં આરોપી નરવતભાઇ સાલમભાઇ પગીઅે આરોપી જયોત્સનાબેનની મદદથી ફરિયાદીની સગીર વયની દીકરીને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી, ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઇ જઇ, ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરીને અારોપી નરવતભાઇ સાલમભાઇ પગી તથા મદદગાર આરોપી જયોત્સનાબેન વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો.ની કલમ 363, 366, 376(2) (N), 114 તથા પોસ્કો એકટની કલમ- 4, 6, 17 મુજબની ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે તપાસ કરીને નરવતભાઇ સાલમભાઇ પગી તથા મદદગારી કરનાર જયોત્સનાબેનને પકડી પાડયા હતા. જે કેસ પંચમહાલના સ્પે. જજ તથા બીજા એડી. સેશન્સ જજ કે. આર. રબારીની કોર્ટમાં ચાલી જતાં રેકર્ડ ઉપરના પુરાવા અને સરકારી વકીલ રમેશચંદ્ર એમ. ગોહીલની દલીલો ધ્યાને લઇ કોર્ટે બંને આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા અને રૂા.5500નો દંડ કરેલો છે. વધુમાં કોર્ટ દ્વારા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભોગ બનનારનાઓને રૂા.4 લાખ વળતર ચુકવી આપવાનો પણ હુકમ કરવામાં કરતાં સમગ્ર પંચમહાલ પંથકમાં ગુનાઓ આચરતાં આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.