ગોધરાના સોનીવાડમાં આવેલ પટેલ મહેન્દ્રભાઇ સોમાભાઇની આંગડીયાની પેઢીમાંથી રુા.47 લાખ રોકડાની ચોરી થયાની ફરીયાદ નોધાતા પોલીસે સીસીટીવી કુટેજ, હ્યુમન તથા ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરતા આંગડીયા પેઢીમાં રૂા.47 લાખ રોકડાની ચોરીમાં પેઢીનો કર્મચારી મેહુલસિંહ તખતસિંહ સોલંકી તેના મિત્ર દર્શન ઉફે પેન્ટર પંકજભાઇ સોનીને પકડી પાડયા હતા.
ચોરીના પૈસા દર્શન મોડાસા તેના મામાના ધરે મુકી આવતાં પોલીસે મોડાસા ખાતેથી ચોરીના 47 લાખ રૂપિયામાંથી 45 લાખ રૂપિયા રોકડા સાથે નરેન્દ્રભાઇ સોનીને પકડી પાડયો હતો. આગડીયામાં ચોરી કરવાનો પ્રિ પ્લાન બનાવીને આગડીયાના મેનેજરને દારૂ પીવડાવીને 47 લાખની ચોરીને અજામ આપ્યો હતો.
પોલીસે ચોરીના 47 લાખ માંથી પોલીસે 45 લાખ કબજે કરીને બે લાખ રુપિયાની રીકવરી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. 47 લાખ રુપિયા લઇ જનાર દર્શન ઉફે પેન્ટર સોની બે અંગેની પોલીસની પુછપરછમાં ગોળગોળ જવાબ આપી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છુે.
દર્શન સોની પોલીસે ધડીકમાં મોડાસા જતાં રસ્તામાં બે લાખ નાખી દીધો હોવાની વાર્તા જણાવ્યા બાદ કોઇને આપ્યા હોવાનુ જણાવીને પોલીસની તપાસમાં મુશ્કેલી વધારી રહ્યો છે. પોલીસે પકડયાેલા ત્રણને રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરતાં કોર્ટ બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. હવે રીમાન્ડ દરમ્યાન આગડીયા પેઢીમાંથી ચોરી કરેલા રૂપીયામાં બે લાખ રૂપિયા દર્શન સોનીએ કોને આપ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.