ગોધરા રેલ્વે સ્ટેશન છોડીને પસાર થયેલા કોલસા ભરેલી ગુડ્ઝ ટ્રેનના શહેરા ભાગોળ પાસે રેલ્વે વેગનને જોડતા કપલીંગ તૂટી જવાથી આઠ જેટલા વેગનો ગુડઝ ટ્રેનથી છૂટા થઈ ગયા હતા. એક તબક્કે તો રેલ્વે કર્મચારીઓમાં દોડધામો શરૂ થઈ જવા પામી હતી. અને શહેરા ભાગોળ પાસે જ ગુડ્ઝ ટ્રેનના વેગનો છૂટા પડી ગયા હોવાના સંદેશા સાથે જ પાછળ આવી રહેલી પેસેન્જર ટ્રેનને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રોકી દેવામાં આવી હતી અને દોઢ કલાક બાદ છુટા પડેલા વેગનોને ગુડઝ ટ્રેન સાથે જોડીને આ ટ્રેનને અંતે રવાના કરવામાં આવી હતી.
ગોધરા શહેરા ભાગોળ ફાટક નજીક ગુડઝ ટ્રેનના બે વેગન વચ્ચેનું કપલીંગ તૂટવાના કારણે વેગન છૂટા પડી ગયા હતા. સમગ્ર મામલે મોટી દુર્ઘટના ટળી છે. આજરોજ ગોધરા નજીક ગુડઝ ટ્રેનની દુર્ઘટના ટળી હતી. મુંબઈ દિલ્હી મેનલાઇન પર કોલસા લઈને જતી ટ્રેનનું કપલીંગ છૂટું પડી ગયું હતું. જેના લીધે ટ્રેન વેગન છૂટા પડી ગયા હતા. બીજી તરફ વેગનની ઝડપ ઓછી હોવાના કારણે વેગન વધુ છુટા ન થયા હતા.
આ ઘટનાની જાણ રેલ્વે વિભાગને થતા તેમને તાત્કાલિક અટકાવવામાં આવી હતી. રેલ્વે વિભાગના મેકેનિકલ તાબડતોડ ટ્રેનના વેગન પાસે પહોંચ્યા હતા અને તુટેલું કપલીંગ બદલવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રેનમાં વધુ લોડ હોવાથી કપલીંગ છૂટું પડ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. જ્યારે બીજી તરફ ટ્રેનના પાછળ વધુ એક લોકો જોડીને કાસૂડી સ્ટેશન સુધી રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને લીધે ટ્રેન દોઢ કલાક સુધી શહેરા ભાગોળ ફાટક પર અટવાઈ હતી. જેને લઈને પાછળ આવતી અન્ય પેસેન્જર ટ્રેનનો ગોધરા જંકશન ખાતે રોકી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.