કાર્યવાહી:ચનસરમાં દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરાયો, પોલીસના દરોડાથી બૂટલેગરોમાં ફફડાટ; 3 સામે ગુનો

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલમાં ચાલતી દેશીદારૂની હાટડીઓ પર  પોલીસે કાર્યવાહી કરી - Divya Bhaskar
પંચમહાલમાં ચાલતી દેશીદારૂની હાટડીઓ પર પોલીસે કાર્યવાહી કરી

બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પગલે મહિસાગર પોલીસ પણ આક્રમક બનીને દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા પર તવાઇ બોલાવી દીધી હતી. લુણાવાડા તાલુકાના ના ચનસર ગામ પાસે ધમધમતી દેશી દારૂ ની ભઠ્ઠી ઓ પર પોલીસે કાર્યવાહી કરીને ભઠ્ઠી ઓનો નાશ કરીને 3 સામે લુણાવાડા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.મહિસાગર જિલ્લામાં દેશી દારૂની હાટડીઅો ધમધમી રહી છે. ત્યારે લુણાવાડાના ચનસર ગામ પાસેના ખુલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઅોમાં દારુ બનાવાતો હતો.

ચનસર ગામે 5 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઅોમાંથી તાલુકામાં અનેક જગ્યાઅે દારૂનો સપ્લાય થતો હોવાની બાતમી લુણાવાડા પોલીસને મળી હતી. પોલીસે ટીમો બનાવીને ચનસર ગામ પાસે ની દારૂ ની ભઠ્ઠી ઓ પર ત્રાકટી હતી. પોલીસે દારૂ ની ભઠ્ઠીઓમાં બનતો દારૂ નો નાશ કર્યો હતો. તેમજ પોલીસે ભઠ્ઠી ના સાધનો કબજે કરીને લુણાવાડા પોલીસ મથકે દારૂ ની ભઠ્ઠી ઓ ચલાવના 3 બુટલેગરો સામે. પ્રોહીબિશન નો ગુનો નોંધી ને કાર્યવાહી કરી હતી.ત્યારે મહીસાગર પોલીસે જિલ્લા માં અનેક જગ્યા ચાલતા દેશી દારૂ ના અડ્ડા ઓ પર રેઇડ કરતાં દેશી દારૂ ની હાટડીઓ ચલાવનાર ભૂગર્ભ માં ઉતરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...