કોરોના સંક્રમણ:પંચમહાલમાં કોરોનાનો વિસ્ફોટ, વધુ 12 કેસ સાથે કુલ 11484 આંક

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા, હાલોલ તથા જાંબુઘોડામાં કેસ, હાલ 38 સક્રિય કેસ

પંચમહાલ જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શુક્રવારે જિલ્લા અેક સાથે 12 કેસ મળી અાવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. જિલ્લામાં કોરોના કુલ 11484 કેસ થવા પામ્યા છે. શુક્રવારે મળી અાવેલા કોરોના 5 કેસમાં શહેરી વિસ્તારમાં ગોધરામાં 5 તથા હાલોલમાં 2 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગોધરા તાલુકામાંથી 1 હાલોલ તાલુકામાંથી 2 તથા જાંબુઘોડા તાલુકામાંથી 2 કેસ મળી અાવ્યા છે. શુક્રવારે કોરોનો અેક પણ દર્દી સાજોો ન થતા રજા અપવામાં અાવી નથી. અને જિલ્લામાં હાલ 38 કોરોના ગ્રસ્ત દર્દીઅો સારવાર હેઠળ છે.

જિલ્લામાં ધીમે પગલે કોરોના કેસ વધતાં જિલ્લાવાસીઅોઅે સાવચેતી રાખવી જરૂરી બન્યુ છે. જરૂર જણાય ત્યા માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો શુક્રવારે 18થી વુધ ઉંમરના 7931 લોઅે કોરોનાની રસીનો પ્રથમ અને બીજો ડોઝ લેતા જિલ્લામાં 18થી વુધ ઉંમરના 2999115 લોકોનું રસીકરણ થયુ છે. જ્યારે 18 વર્ષથી નીચેના કુલ 2,03,834 બાળકોઅે રસી મુકવીને કોરોના કવચ મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...