ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં આવેલ આચાર્ય શ્રી મહાપ્રભુજી રાણા વ્યાસજીવાળી બેઠક મંદિર આશરે 500 વર્ષ જૂનુ છે. આ બેઠક મંદિરનું જીણોદ્રાર કરીને 50 વર્ષ અગાઉ નવિન બનાવવામાં આવેલ હતું. બેઠક મંદિર એતિહાસિક હોવાથી વૈષ્ણવ સહિત હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્વ બન્યુ છે. આ બેઠક મંદિર વિસ્તારમાં ભૂતકાળમાં કોમી રમખાણો થતાં હોવાથી સંવેદનશીલ વિસ્તાર ગણીને મંદિરમાં હથિયારધારી એસઆરપી પોલીસનો કાયમી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મંદિરની સુરક્ષા માટે 24 કલાક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વર્ષો જૂની બેઠક હોવાથી દેશભરના વૈષ્ણવો બેઠકના દર્શન કરવા આવે છે. આ બેઠક મંદિર પરનો એસઆરપી પોલીસ બંદોબસ્ત અચાનક હટાવી દેવામાં આવ્યો છે. તેઓની જગ્યાએ બે દિવસ સુધી હોમગાર્ડ મુકયા બાદ કોઇ પણ પોલીસ બંદોબસ્ત મંદિરમાં મુકવામાં આવ્યો નથી. જેથી શ્રી મહાપ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટ દ્વારા ગોધરા ધારાસભ્ય , કલેકટર તથા રાજ્યના ગૃહમંત્રીને લેખીતમા રજૂઆત કરી કે બેઠક મંદિર જે વિસ્તારમાં આવેલ છે તે ભૂતકાળનો ઇતિહાસ જોતાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે.
ભૂતકાળનો ઇતિહાસ જોતાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય
જેથી જે હથિયારધારી કોન્સ્ટેબલની નિયુક્તિ કરેલ હતી. તે વ્યવસ્થા કાયમી ધોરણે ચાલુ રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી. ગોધરા ધારાસભ્યે પણ જિલ્લા પોલીસવડાને બેઠક મંદિરમાં પુન: પોલીસ બદોબસ્ત ફાળવવામાં આવે તવી ભલામણ કરી છે. ત્યારે જવાબદાર રહેશે. વહેલી તકે બેઠક મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી વૈષ્ણવોની માગ છે.
અમારામાં આવતુ નથી : DYSP
ગોધરાના શ્રી મહાપ્રભુજી બેઠક મંદિરમાં પોલીસ બંદોબસ્ત હટાવી દેવા બાબતે પંચમહાલ પોલીસવડાને ટેલિફોનીક વાત કરતાં તેમને ફોન રિસીવ કર્યો ન હતો. જ્યારે પંચમહાલ ડીવાયએસપી પી.આર.રાઠોડને બેઠક મંદિરના બદોબસ્ત વિશે પૂછતાં તેઅોઅે અમારામાં આવતું ના હોવાથી મને કશી ખબર નથી તેમ જણાવ્યું હતું.
મંદિર પાસે આડેધડ પાર્કિગથી દર્શનાર્થીને ભારે તકલીફ
ગોધરાના વિશ્વ હિન્દુ પરિષદના ઇમેશ ભાઇ પરિખે જણાવ્યુ હતુ કે, પટેલવાડામાં શ્રી મહાપ્રભુજી બેઠક મંદિર પાસે ભૂતકાળમાં કોમી રમખાણોને લઇને મંદિરમાં કાયમી પોલીસ બદોબસ્ત ગોઠવાયો હતો. એકાએક બંદોબસ્ત હટાવી દેવાયો છે. મંદિર બહાર આડેધડ વાહનો પાર્ક કરેલા હોવાથી મંદીર જવામાં તકલીફ પડે છે. જેથી મંદિર બહારના વાહનો હટાવી પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવે આવે તેવી માંગ છે.
40 વરસથી SRPનો બંદોબસ્ત
શ્રી મહાપ્રભુજી બેઠક મંદિરમાં સંવેદનશીલ વિસ્તારમાં આવેલ હોવાથી અને ભૂતકાળની ઘટનાઓને લઇને છેલ્લા 40 વર્ષથી મંદિરમાં એસઆરપી પોલીસ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરંતુ તા.19 ફેબ્રુઆરી 2023ના રોજથી મંદિરનો પોલીસ બંદોબસ્ત હટાવી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર હોવાથી મંદિરમાં પુન: બંદોબસ્ત કાયમી ચાલુ રાખવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે:> અશોકભાઇ શાહ, ટ્રસ્ટી
નવી SRP કંપનીની માગી છે
શ્રી મહાપ્રભુજી બેઠક મંદીર ની એસઆરપીને પાવાગઢ મંદિર ખાતે બદોબસ્ત માટે માંગી લીધી છે. મંદીર માટે નવીન એસઆરપી પોલીસ માગી છે. - સંગાડા, બી ડીવીઝન પીઆઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.