ગોધરામાં ભાજપનું વિરોધ પ્રદર્શન:કોંગ્રેસ સાસંદ દ્વારા રાષ્ટ્રપતિને અશોભનીય શબ્દો બોલતા વિવાદ, પંચમહાલ ભાજપ દ્વારા વિરોધ

પંચમહાલ (ગોધરા)16 દિવસ પહેલા

કોગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને રાષ્ટ્રપત્ની કહ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો અને સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હોબાળો મચાવ્યો છે. ત્યારે ગોધરાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગોધરાના ગાંધી સર્કલ ચર્ચ પાસે ભેગા મળીને કોગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીના વિરોધમાં નારા બાજી કરી હાથમાં પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આજ રોજ ગોધરા મુકામે મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુંજીનું અશોભનીય શબ્દ પ્રયોગ વાપરી જાણી જોઈને ઇરાદાસર રાષ્ટ્રપતિને બદલે " રાષ્ટ્ર પત્ની " બોલીને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના પ્રથમ નાગરિક અને નારી શક્તિનું ઘોર અપમાન કરેલ છે. સાથે સાથે આદિવાસી સમાજનું પણ અપમાન કરેલ છે. જેના ઉપક્રમે ગોધરા નગરમાં વિરોધ પ્રદર્શન જિલ્લા સંગઠન દ્વારા રાખવામાં આવ્યું હતું. જેમાં દરેક ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતને લઈ કોંગ્રેસના તમામ લોકોએ શરમાવું જોઈએ અને દેશની અને સમાજની જાહેરમાં માફી માગવી જોઇએ. તેવું ભાજપના મહામંત્રી હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...