ભાજપનું સદસ્યતા અભિયાન:ધારાધોરણ નેવે મૂકી પાર્ટીની વિચારધારા સાથે છાત્રોને જોડવાના પ્રયાસથી વિવાદ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર, બહુચરાજી બાદ ગોધરાની કોલેજમાં ભાજપનું સદસ્યતા અભિયાન

ગોધરાની કોમર્સ અને બીએડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમ કોલેજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકીએ કાર્યક્રમમાં હાજર કોલેજના વિદ્યાર્થીઓ પાસે તેમના મોબાઇલમાં ભાજપના સદસ્ય બનાવવાનું જણાવીને વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હતાં.

શિક્ષણને રાજકીય રંગ આપતાં શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય
વિદ્યાર્થીઓએ પોતાની સદસ્યતા બતાવતા ફોટો વાઇરલ થતાં આમ આદમી પાર્ટીએ શિક્ષણને રાજકારણથી દૂર રાખવાનુ જણાવીને વિરોધ કર્યો હતો. સદસ્યતા અભીયાનના ફોટા વાઇરલ થતાં સ્થાનીક રાજકારણ ગરમાવ્યું હતું.​​​​​​​ કોલેજના હોલમાં વિદ્યાર્થીઓને સદસ્ય બનાવવા બોર્ડ પર નામ અને નંબર લખેલો હતો. ભાજપની સદસ્યતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા સરસ્વતીના મંદીરમાં જઇને ટાર્ગેટ પુર્ણ કરવા વિદ્યાર્થીઓ માટેના મોટિવેશન કાર્યક્રમમાં ભાજપે સદસ્યતાનું મોટિવેશન આપતા શિક્ષણને રાજકીય રંગ આપતાં શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

શિક્ષણને રાજકારણમાંથી બાકાત રાખવાની રાજનેતાઓની માંગ
લોકો ભાજપને ગામમાં ઘુસવા દેતા નથી અને ભાજપ વિદ્યાર્થીઓને જબરદસ્તીથી કાર્યકર્તા બનાવવાના પ્રયાસ કરે છે. શિક્ષણને રાજકારણમાંથી બાદ રાખવાની રાજનેતાઓએ માંગ કરી છે. જો ભાજપે સારા કામ કર્યા હોત તો વિદ્યાર્થીઓ સામેથી ભાજપમાં જોડાય આમ શાળા- કોલેજમાં ભાજપને જવું ના પડતું હોવાનો આપના લોકસભાના પ્રમુખ દીનેશ બારીઆએ આક્ષેપ કર્યો હતો.

મેં કોઇને સદસ્ય બનાવ્યા નથી
કોલેજના કાર્યક્રમમાં મે કોઇને ભાજપના સદસ્ય બનાવ્યા નથી. બોર્ડ પર મારૂ નામ અને મોબાઇલ નંબર અેટલા માટે લખ્યો હતો કે કોઇ વિદ્યાર્થીનીને રસ્તા કે અન્ય કોઇ તકલીફ હોય તો મારા નંબરથી જાણ કરે - કામીનીબેન સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...