ગોધરામાં પોલીસ ચોકી 5 સામે રહેતા તુલસીદાસ બ્રહ્મક્ષત્રીયએ વડોદરાના ડો. હિમાંશુ પટેલની બરોડા ગેસ્ટ્રો કલીનીકમાં પેટમાં એસીડીટી અને બળતરા થતી હોવાથી તપાસ કરાવવા ગયા હતા. તબીબે અન્ન નળી સાંકળી થઇ ગયેલ છે. અન્ન નળીમાં બલુન નાખીને સારવાર કરવી પડશે. તેનાથી અન્ન નળી ખુલી જશે અને તકલીફ મટી જશે. સારવારની રૂા.16 હજાર ફી જણાવી હતી. અરજદારે ડોક્ટર પર વિશ્વાસ અને ભરોસો કરીને તા.12 ફેબ્રુ 2015એ સારવાર કરાવી હતી. જેમા અન્ન નળીમાં બલુન નાખીને ફોડીને ઓપરેશન કરીને માત્ર બે કલાકમાં દર્દીને ઘરે લઇ જવા રજા આપી દીધી હતી.
રજા મળતા વડોદરામાં જ રહેતી દીકરીના ઘરે ગયા હતા. કલાક બાદ પેટમાં દુખાવો શરુ થયો અને પેટ મોટું થવા બાદ તુલસીદાસ બેભાન થતાં તાત્કાલિક દાખલ કરીને રીપોર્ટ કરતાં બલુન ફોડવાથી અન્નનળી ફાટી ગયેલ છે. પેટમાં લોહી ટપકવાથી ઝેર ફેલાયું છે. તાત્કાલિક પેટ કાપીને મોટું ઓપરેશન કરવું પડશે. પરંતુ શરીરમાં ઝેર ફેલાવાથી બ્લડ પ્રેસર ખુબજ નીચું જતા ઓપરેશન કરી શકાય તેમ ન હતું. વધુ સારવાર માટે એસએસજીમાં દાખલ કરે લ પરંતુ તુલસીદાસનું મોત થઇ ગયું હતું.
જે અંગે પત્નિ નિર્મલાબેને વડોદરાની ગ્રાહક તકરાર ફોરમમાં વળતર ની અરજી કરી હતી. કોર્ટમાં એડવોકેટ અશોક સામતાણીની દલીલો અને રજુ થયેલ પુરાવાઓને ધ્યાનમાં લઈને ગ્રાહક તકરાર ફોરમના જજ એન પી સૈયદે ડોક્ટરને દર્દીનું મોત નીપજાવવામાં કસુરવાર માનીને અરજદારને રૂા.8,58,500 વાર્ષિક 8% ના વ્યાજ સહીત ની રકમ ચૂકવવા અાદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.