ચૂંટણીનો રંગ જામ્યો:ગોધરા વિધાનસભાની તૈયારી કરતું કૌંગ્રેસ, સચીવ ઉષા નાયડુ પંચમહાલના પ્રવાસે

પંચમહાલ (ગોધરા)22 દિવસ પહેલા

આગામી સમયમાં વિધાન સભાની ચુંટણીઓ યોજવા જઇ રહી છે. ત્યારે આજરોજ ગોધરાના સરકીટ હાઉસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ ઉષા નાયડુ પંચમહાલ જિલ્લાના પ્રવાસે છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લાના સાત તાલુકાની પાંચ વિધાનસભાની આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રભારી ચિરાગ શેખએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી એસ.ટી માઈનોરિટી તેમજ અન્ય સમાજના લોકોને અંદરોઅંદર લાવવાનાં કાવતરા કરી રહી છે. ક્યારેક એસ.ટી સામે માઈનોરિટી અને ઓબીસી માઈનોરિટીના લોકોને ઊભા કરી વિરોધ કરાવાશે માટે આવી સરકારને જાકારો આપવા દરેક કોંગ્રેસના કાર્યકરોએ કટિબદ્ધ થવું પડશે. ભારતીય જનતા પાર્ટી કોમવાદ બંધારણ તોડવા તેનો વિરોધ કરવો વગેરેમાં માને છે. આપની લડાઈ ભાજપ, મનુવાદી લોકો, ગરીબોના વિરોધી સામે છે. કેટલાક પરિબળો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરી રહ્યાં છે. તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારકામાં આવી દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી ચિંતન શિબિર યોજી હતી. તેમાં રાહુલ ગાંધી દ્રઢ સંકલ્પ સાથે કોગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, તમે નિરાશ ન થશો 2022 માં ગાંધીનગરમાં કોંગ્રેસની તિરંગાની સરકાર બનાવવાની છે. લડેગે મરેગે લેકિન કોગ્રેસ કો લાયેગે વધુમાં પંચમહાલ કોંગ્રેસના પ્રભારી ચિરાગ શેખ એ આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે કહ્યું હતું કે, અમે આમ પાર્ટીને જોઈ લીધી તેઓ કહે છે કે અમે 300 યુનિટ વીજળી કન્યાઓ માટે આ કરીશું તે કરીશું એ બરાબર છે. પરંતુ ખાવાનું આપે અને કરંટ આપે તે ચાલે ખરું ન ચાલે હાલ દિલ્હીમાં જે પરિસ્થિતિ સર્જાઈ તેમાં ભારતીય જનતા પાર્ટીએ રમખાણો કર્યા અને આમ પાર્ટી મોન બની જોતી રહી બિન સાંપ્રદાયિકની વાત ન કરી આ બધી પાર્ટીઓ ભાજપની બી ટીમ છે. જે મારા અને તમારા વોટ કાપવા આવ્યા છે.

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે એના અનુસંધાન સાથે જનચેતના યાત્રા ગુજરાત અને પંચમહાલ જિલ્લામાં પણ તેનું આયોજન આગામી ઓગસ્ટ મહિનામાં પંચમહાલ જિલ્લામાં થવાનું છે અને એ માટે સંગઠનાત્મક કામગીરી બાકી હોય અને પૂર્ણ કરવા આજ રોજ પંચમહાલ જિલ્લા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સચિવ ઉષા નાયડુ આજે પંચમહાલ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લાના સાત તાલુકામાં આવેલ પાંચ વિધાનસભા ના આગેવાનો અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી તેઓને સાંભળવામાં આવશે અને પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટી એ જણાવ્યું હતું કે, જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં કોગ્રેસ ભારે બહુમતીથી વિજય મેળવે તે માટે તેમની લાગણી અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી એક સંદેશો લઈ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કોગ્રેસના સચિવ ઉષા નાયડુ આખા દિવસ દરમિયાન નાનામાં નાના કાર્યકરોને મળી અને તેમની લાગણી સમજી અને કોગ્રેસ કઈ રીતે વિજય થાય અને ગુજરાતમાં આવનાર સમયમાં કોંગ્રેસની સરકાર રચાઈ તે માટે ગોધરામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...