મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા સીટ પર ભાજપના જિલ્લા પ્રમુખે અપક્ષ તરીકે ઉમેદવાર નોધાવતાં ભાજપ પક્ષે તેમને પક્ષમાથી સસ્પેન્ડ કર્યા હતા. ભાજપના ઉમેદવાર સામે ભાજપના કાર્યકરો અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરતાં મહીસાગર ભાજપે 40 જેટલા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. તેમાં સાંસદના અંગત ગણાતા અજય દરજી મળીને 4 ભાજપના તાલુકા પંચાયત સભ્યોને પણ પક્ષમાંથી હાકી કાઢવામાં આવ્યા છે.
લુણાવાડા બેઠક ભાજપ સામે ભાજપની લડાઇમાં કોગ્રેસ ફાવી જતાં બેઠક કોગ્રેસે જીતી લીધી છે. બેઠક પર સાૈથી વધુ કોગ્રેસના ઉમેદવારને મળ મળ્યા છે. તો પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ જેઓ ભાજપના ઉમેદવારનો પ્રચાર કરતાં હતા.
ત્યારે તેમના ગામમાંથી ભાજપના ઉમેદવાર કરતાં કોગ્રેસના ઉમેદવારને વધુ મત મળ્યા છે.પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડના પોતાના લાકડી પોયડા ગામના ત્રણ બુથોમાંથી કોગ્રેસને 771, ભાજપને 148 અને અપક્ષ ઉમેદવાર જે પી પટેલને 181 મત મળતા લોકોમાં અનેક ચર્ચાઅો થવા લાગી હતી. પંચમહાલ સાંસદના ગઢમાં કોંગ્રેસે ગાબડું પડ્યું અને સાંસદના ગામમાં મત મેળવવામાં બીજેપી ત્રીજા નંબરે રહેતા મહિસાગર ભાજપના કાર્યકરોમાં શંકા કુશકાની વાતો ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.