કોંગ્રેસનુું બંધ એલાન:પંચમહાલમાં મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ આક્રમક બની, કોગ્રેસના 70 જેટલા કાર્યકરોની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત

પંચમહાલ (ગોધરા)એક મહિનો પહેલા

મોંઘવારી અને બેરોજગારી મામલે આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાં ખૂલતી દુકાનોના વેપારીવર્ગો પાસે મળી દુકાનો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે આજે સવારે 8થી12 કલાકનું સાંકેતિક રીતે સ્વૈચ્છિક બંધના એલાનમાં જોડવા લોકોને અપીલ કરી હતી. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા 70 જેટલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે ડિટેન કર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા માટે મેદાને ઉતર્યા છે. ત્યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. તેમાં હવે કોંગ્રેસ દ્વારા એલપીજી પેટ્રોલ, ડિઝલ, તેલ, લોટ, દૂધ, વીજળી સહિતના મોંઘવારી, બેરોજગારી જેવા વિકટ પ્રશ્નોને લઈને સરકારને ઘેરવા ગુજરાત બંધનું એલાનના સમર્થનના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા લધુમતી સેલ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વેપારી વર્ગને દુકાનો બંધ રાખવા માટે વિનંતી કરી હતી.

દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાઓના વિરોધમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લઘુમતી સેલ દ્વારા આજ રોજ રાજ્યભરમાં બંધનું એલાનના સમર્થન ભાગરૂપે અગલ અલગ ચાર ટીમો બનાવી છે. વિવિધ વિસ્તારોમાં લોકોને મોંઘવારી મુદ્દાઓના વિરોધમાં બંધ પાળવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અજીતસિંહ ભાટી, માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર, રફીક તિજોરીવાલા, સિદ્દીક ચલાલીવાલા, અનસ અંધી, યુસુફભાઈ છકડા સહિતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગોધરાની ગીદવાણી રોડ, પાંજરાપોળ ભૂરાવાવ વિસ્તાર, કલાલ દરવાજા, પેટ્રોલ પંપ વગેરે જગ્યાએ દુકાનો બંધ કરાવવાની શરૂઆત કરાઈ હતી. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા 70 જેટલા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...